નહેમ્યા 7:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મારા ઈશ્વરે મારા મનમાં એવી પ્રેરણા કરી કે, અમીરોને, અમલદારોને તથા લોકોને, વંશાવળી પ્રમાણે તેમની ગણતરી કરવા માટે, એકત્ર કરવા. જેઓ પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીનું પુસ્તક મને મળ્યું. તેમાં એવું લખેલું માલૂમ પડ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 લોકોને તેમ જ તેમના આગેવાનો અને અમલદારોને એકઠા કરી તેમનાં કુટુંબોની વંશાવળીની ચક્સણી કરી લેવા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી. દેશનિકાલમાંથી જેઓ પ્રથમ પાછા ફર્યા હતા તેમની વંશાવળીની નોંધ મેં મેળવી, અને તેમાંથી મને આવી માહિતી મળી: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 મારા દેવે મને પ્રેરિત કર્યો કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને સાથે બોલાવવા અને તેમને ભેગા કરી તેમની કુટુંબવાર નોંધ કરવી. દેશવટેથી જેઓ સૌથી પહેલા આવ્યાં હતા તેઓની વંશાવળીની યાદી મને મળી, તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે, Faic an caibideil |