Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 7:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 મેં યરુશાલેમને મારા ભાઈ હનાનીના તથા કિલ્લાના અમલદાર હનાન્યાના હવાલામાં સોંપ્યું, કેમ કે તે માણસ વિશ્વાસપાત્ર તથા બીજાઓ કરતાં ઈશ્વરથી વિશેષ બીનારો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 યરુશાલેમના વહીવટ માટે મેં બે માણસોની નિમણૂક કરી: એક તો મારો ભાઈ હનાની અને બીજો કિલ્લાનો અમલદાર હનાન્યા. હનાન્યા સૌથી ભરોસાપાત્ર અને ઈશ્વરથી ડરીને ચાલનાર માણસ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ત્યારે યરૂશાલેમનાં વહીવટની જવાબદારી મેં મારા ભાઇ હનાનીને અને કિલ્લાના સેનાપતિ હનાન્યાને સોંપી દીધી; કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા કરતાં દેવથી વિશેષ ડરનારો હતો.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 7:2
21 Iomraidhean Croise  

અને ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે આમ કરો ને જીવતા રહો. કેમ કે હુમ ઈશ્વરથી બીહું છું:


ઇઝરાયલના ઈશ્વરે કહ્યું, ઇઝરાયલના ખડકે મને કહ્યું, ‘મનુષ્ય પર નેકીથી જે રાજ કરે છે, તથા યહોવાનો ભય રાખીને જે રાજ કરે છે,


અને હું તમારી પાસેથી જઈશ કે, તરત એમ બનશે કે યહોવાનો આત્મા હું ન જાણું ત્યાં તમને લઈ જશે. અને હું જઈને આહાબને ખબર આપું, ને તમે તેને ન મળો, તો તે મને મારી નાખે; પણ હું તમારો સેવક મારા નાનપણથી યહોવાથી બીતો આવ્યો છું.


અને આહાબે પોતાના ઘરના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો. (હવે ઓબાદ્યા તો યહોવાથી ઘણો બીતો હતો,


મારા ભાઈઓમાનો એક હનાની તથા યહૂદિયામાંથી કેટલાક માણસો, ત્યાં આવ્યા; અને બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા, તેઓ વિષે તથા યરુશાલેમ વિષે મેં તેમને પૂછ્યું.


હોશિયા, હનાન્યા, હાશ્શૂબ;


તે ભંડારો ઉપર મેં ભંડારીઓ નીમ્યા, તેઓ આ છે: શેલેમ્યા યાજક, સાદોક ચિટનીસ, તથા લેવીઓમાંનો પદાયા; અને તેઓથી ઊતરતો માત્તાન્યાના પુત્ર ઝાક્કૂરનો પુત્ર હાનાન હતો; કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા, પોતાના ભાઈઓને વહેંચી આપવું, એ તેઓનું કામ હતું.


વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક પત્ર [અપાવજો] કે ઘરના કિલ્લાના દરવાજાઓના મોભ બનાવવા માટે, નગરના કોટને માટે, તથા જે ઘરમાં હું રહું તેને માટે તે મને લાકડાં આપે.” મારા પર મારા ઈશ્વરની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.


પણ મારા પહેલાં જે સૂબાઓ હતા, તેઓના ખરચનો બોજો એ લોકો પર પડતો, તેઓ એમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ, તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકલ રૂપું લેતા હતા. હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા. પણ ઈશ્વરના ભયને લીધે મેં તો એમ કર્યું નથી.


મેં તેમને કહ્યું કે, દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ઉઘાડવા નહિ. અને ચોકીદારો ત્યાં ઊભા રહે તે દરમિયાન તેઓ કમાડો બંધ રાખે. તમારે ભૂંગોળ બેસાડવી, અને યરુશાલેમના રહેવાસીઓમાંથી પહેરેગીરો ઠરાવવા, એટલે પ્રત્યેક વ્યક્તિને પોતાના પહેરામાં પોતાના ઘરની સામે [ચોકી કરવા માટે નીમવો].


ઉસ દેશમાં એક માણસ હતો. તેનું નામ અયૂબ હતું. તે નિર્દોષ તથા પ્રમાણિક હતો, તેમ જ ઈશ્વરભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો.


દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર [રહેમ] નજર રાખીશ; સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે.


વળી તું સર્વ માણસોમાંથી હોશિયાર માણસોને, એટલે ઈશ્વરનો ડર રાખનાર સત્ય પુરુષોને તથા સ્વાર્થદ્વેષકોને શોધી કાઢીને તેઓને હજાર હજારના ઉપરીઓ, સો સોના ઉપરીઓ, પચાસ પચાસના ઉપરીઓ, તથા દશ દશના ઉપરીઓ તેઓના ઉપર ઠરાવ;


પેલા સરસૂબાઓ તથા સૂબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું શોધી કાઢવાનો યત્ન કરવા લાગ્યા, પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહિ; કેમ કે તે વિશ્વાસુ હતો, ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલૂમ પડ્યો નહિ.


મારો સેવક મૂસા એવો નથી. તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે.


તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા માટે પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ‍ચાકર કોણ છે?


ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું, ‘શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો ‌છે; હું તને ઘણા પર ઠરાવીશ. તું તારા પ્રભુના આનંદમાં પેસ.’


વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરનું છે.


જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.


Lean sinn:

Sanasan


Sanasan