Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 6:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અમે છેક નાહિમ્મત થઈને તે કામ છોડી દઈએ કે, પછી તે થાય જ નહિ, એ હેતુથી તેઓ અમને બીવડાવતા હતા. “ [હે ઈશ્વર,] મારા હાથ તમે બળવાન કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 અમે કામ પડતું મૂકીએ તે માટે તેઓ અમને ડરાવવા માગતા હતા. મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તમે મને બળ આપો!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કારણ કે તેઓ અમને ડરાવવા માગતા હતા કે, “અમે નાહિંમત થઈને કામ છોડી દઈએ અને પછી તે પૂરું થાય જ નહિ. પણ હવે ઈશ્વર, મારા હાથ તમે મજબૂત કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કારણ કે તેઓ અમને ડરાવવા માગતા હતા, એમ વિચારીને કે તેમના હાથ ચણતરકામ અટકાવશે અને તે પૂરું નહિ થાય પણ “હે દેવ, મારા હાથ મજબૂત કરો.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 6:9
23 Iomraidhean Croise  

પણ તમે બળવાન થાઓ, ને તમારા હાથ ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નનું ફળ તમને મળશે.”


યરુશાલેમના જે લોક કોટ ઉપર ઉભેલા હતા તેઓ બીકથી ગભરાઈ જાય, અને પોતે નગર સર કરી શકે, માટે તેઓની સામે તેઓ યહૂદી ભાષામાં બરાડા પાડીને બોલ્યા.


તેઓની આસપાસના લોકોએ સર્વ ઐચ્છિકાર્પણ ઉપરાંત, સોનારૂપાંના પાત્રો, સરસામાન, પશુઓ તથા મૂલ્વાન પદાર્થો આપીને તેઓનો ઉમંગ વધાર્યો.


“હે મારા ઈશ્વર, ટોબિયાનું ને સાન્બાલ્લાટનું તેઓનાં આ કૃત્યો પ્રમાણે તમે સ્મરણ કરજો, ને નોઆદ્યા પ્રબોધિકા તથા બાકીના પ્રબોધકો, જેઓ મને ડરાવવા ઈચ્છતાં હતાં, તેઓનું પણ [સ્મરણ કરજો].”


મેં વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો, અને આત્મબળ આપીને મને બળવાન કર્યો.


જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.


હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં ભયાવહ છો; ઇઝરાયલના ઈશ્વર [પોતાના] લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરને ધન્ય હોજો.


હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું; મને કદી ફજેત ન થવા દેશો.


નબળાને તે બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે.


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


ત્યારે તે સરદારોએ રાજાને કહ્યું, “કૃપા કરીને આ માણસને મારી નંખાવો; કેમ કે જે લડવૈયા આ નગરમાં બાકી રહેલા છે તેઓની આગળ એવાં વચન બોલીને તે તેઓના તથા સર્વ લોકોના હાથ કમજોર કરે છે. કેમ કે આ માણસ આ લોકોનું હિત નહિ, પણ નુકસાન ઇચ્છે છે.”


વળી હું બાબિલના રાજાના હાથ બળવાન કરીશ, ને મારી તરવાર તેના હાથમાં આપીશ, પણ હું ફારુનના હાથ ભાંગી નાખીશ; ને પ્રાણઘાતક ઘા વાગેલો માણસ જેમ કણે તેમ જ એ [બાબિલના રાજા] ની આગળ કણશે.


હું તેઓને યહોવામાં બળવાન કરીશ; અને તેઓ તેના નામમાં હરશે ફરશે, ” એમ યહોવા કહે છે.


અને તેમણે મને કહ્યું છે, “તારે માટે મારી કૃપા બસ છે; કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ માટે ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ.


તે પિતાની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે, તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.


છેવટે, [હું કહું છું] , પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.


જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.


એ માટે ઢીલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી મજબૂત કરો.


સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.


અને દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ, સર્વ લોક પોતપોતાના દિકરાઓ તથા દિકરીઓને લીધે મનમાં દુ:ખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું.


Lean sinn:

Sanasan


Sanasan