Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 6:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેમાં એવું લખેલું હતું, “પ્રજઓમાં એવી અફવા ચાલે છે, ને ગાશ્મૂ પણ કહે છે કે, તું યહૂદીઓ સાથે મળીને બંડ કરવાનો ઈરાદો કરે છે. એ જ હેતુથી તું કોટ બાંધે છે. અને તું તેઓનો રાજા થવા ઈચ્છે છે એવી અફવા‍ ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેમાં આમ લખેલું હતું: “ગેશેમ કહે છે કે આસપાસના લોકોમાં એવી અફવા ઊડી છે કે યહૂદી લોકો બળવો કરવા માગે છે અને તેથી તેઓ કોટની મરામત કરવા લાગ્યા છે. તું પોતાને રાજા બનાવવા માગે છે એમ પણ તે કહે છે

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેમાં એવું લખેલું હતું: “પ્રજાઓમાં એવી અફવા ચાલે છે અને ગેશેમ પણ કહે છે કે, તું યહૂદીઓ સાથે મળીને બળવો કરવાનો ઇરાદો કરે છે. તે કારણથી જ તું કોટ ફરીથી બાંધે છે. તું પોતે તેઓનો રાજા થવા ઇચ્છે છે એવી અફવા પણ ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તે આ પ્રમાણે હતો, “પ્રજાઓમાં એવી અફવા ચાલે છે, ને ગેશેમ પણ કહે છે કે, તું અને યહૂદીઓ બળવો કરવાનું વિચારો છો, અને તે કારણથી જ તેં દીવાલની મરામત કરવા માંડી છે.” એમ પણ કહેવાય છે કે તું પોતે એમનો રાજા બનવાની ઇચ્છા રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 6:6
16 Iomraidhean Croise  

આપને વિદિત થાય કે, જે યહૂદિયો આપની પાસેથી છૂટીને અમારી પાસે યરુશાલેમમાં આવ્યા છે, તેઓ તો બંખોર ને બેવફા નગર બાંધે છે, ને પાયા સમારીને કોટ પૂરા કર્યા છે.


જેથી આપના પૂર્વજોના લેખોનાં પુસ્તકોમાં શોધ કરવામાં આવે, તો તે ઉપરથી આપને માલૂમ પડશે કે એ નગર તો બંડખોર, તથા રાજાઓને તથા દેશોને ઉપદ્રવ કરનારું છે, પુરાતન કાળથી એમાં જ તેઓ તોફાન કરતાં આવ્યાં છે; અને એ કારણને લીધે એ નગર પાયમાલ થયું હતું.


પણ હોરોની સાન્બાલ્લાટે, આમ્મોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી કરી, અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, “તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઈચ્છો છો?”


હું બી જાઉં, ને એ પ્રમાણે કરીને પાપ કરું, જેથી મારી નિંદા તથા અપકીર્તિ કરવાનું નિમિત્ત તેઓને મળે.


ત્યારે પાંચમી વખતે સાન્બાલ્લાટે પોતાના ચાકરને એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો.


યહૂદિયામાં રાજા છે, એવું તારા વિષે યરુશાલેમમાં જાહેર કરવા માટે તેં પ્રબોધકો નીમ્યા છે; હવે આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે. માટે હવે આવ, અને આપણે ભેગા મળીને મસલત કરીએ.”


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


જ્યારે લોકો તમારી નિંદા કરશે, ને પાછળ લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહતરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ‍ત્યારે તમને ધન્ય છે.


તેઓ તેમના પર એવું તહોમત મૂકવા લાગ્યા, “અમેન એવું માલૂમ પડયું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસારને ખંડણી આપવાની મના કરે છે, અને, ‘હું પોતે ખ્રિસ્ત રાજા છું’ એમ કહે છે.”


જ્યારે પિલાતે આ વાત સાંભળી ત્યારે તે ઈસુને બહાર લાવ્યો, અને ફરસબંદી નામની જગા, જેન હિબ્રૂ ભાષામાં ‘ગાબ્બાથા’ કહે છે, ત્યાં ન્યાયાસન પર તે બેઠો.


વળી અમારી નિંદા કરીને કેટલાક અમારે વિષે કહે છે, “તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે ભૂંડું કરીએ. એ પ્રમાણે કેમ ન [કરીએ] ?” એવાઓનો દંડ વાજબી છે.


માન તથા અપમાન વડે, અપકીર્તિ તથા સુકીર્તિ વડે; ઠગ [ગણાતા] છતાં ખરા [રહીને] ;


શુદ્ધ અંત:કરણ રાખો કે, જેથી જે બાબત વિષે તમારું ભૂંડું બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય.


Lean sinn:

Sanasan


Sanasan