Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 6:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 “હે મારા ઈશ્વર, ટોબિયાનું ને સાન્બાલ્લાટનું તેઓનાં આ કૃત્યો પ્રમાણે તમે સ્મરણ કરજો, ને નોઆદ્યા પ્રબોધિકા તથા બાકીના પ્રબોધકો, જેઓ મને ડરાવવા ઈચ્છતાં હતાં, તેઓનું પણ [સ્મરણ કરજો].”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, ટોબિયા અને સાનબાલ્લાટનું આ કૃત્ય સંભારીને તેમને શિક્ષા કરો. પેલી નોઆદ્યા સંદેશવાહિકા અને અન્ય સંદેશવાહકો જેમણે મને ડરાવવા પ્રયાસ કર્યા છે તેમનેય યાદ રાખજો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 “હે મારા ઈશ્વર, ટોબિયાનાં તથા સાન્બાલ્લાટનાં આ કૃત્યો તમે યાદ રાખજો. અને નોઆદ્યા પ્રબોધિકા તથા અન્ય પ્રબોધકો, જેઓ મને ડરાવવા ઇચ્છતાં હતાં, તેઓને પણ યાદ રાખજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 હે મારા દેવ! ટોબિયાને ને સાન્બાલ્લાટને તેઓએ કરેલા કાર્ય પ્રમાણે તું યાદ રાખજે, ને નોઆદ્યા પ્રબોધિકા તથા બાકીના પ્રબોધકો, જેઓ મને ડરાવવા ઇચ્છતા હતાં, તેઓને પણ યાદ રાખજે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 6:14
26 Iomraidhean Croise  

“હે મારા ઈશ્વર, તેઓનું સ્મરણ કરો, કેમ કે તેઓએ યાજકપદને તથા યાજકપદના તથા લેવીઓના કરારને અપવિત્ર કર્યા છે.”


“હે મારા ઈશ્વર, એ લોકોને માટે મેં જે જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કરો.”


હે યહોવા, જે દિવસે અદોમપુત્રો કહેતા હતા, “યરુશાલેમને જડમૂળથી ઉખેડી નાખો” તે દિવસને તમે યાદ રાખો.


હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને [તમે એટલે] દૂર કેમ રહો છો?


હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું તમને વહેલા શોધીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે, મારો દેહ તમારે માટે તલપે છે.


અને હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ પોતાના હાથમાં એક ડફ લીધું; અને સર્વ સ્‍ત્રીઓ ડફ વગાડતાં ને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી.


તેથી જે પ્રબોધકો મારે નામે પ્રબોધ કરે છે, પણ મેં તેઓને મોકલ્યા નથી તે છતાં તેઓ કહે છે કે, તરવાર તથા દુકાળ આ દેશમાં આવશે નહિ, તેઓ વિષે યહોવા કહે છે કે, ‘તરવારથી તથા દુકાળથી તે પ્રબોધકો નાશ પામશે.


જો હું ખેતરમાં બહાર જાઉં, તો ત્યાં તરવારથી માર્યા ગયેલા! અને જો હું નગરમાં પેસું તો ત્યાં દુકાળથી પીડાતા! પ્રબોધક તથા યાજક બન્ને અજાણ્યા દેશમાં ભટકે છે, અને શું કરવું તે તેમને સૂઝતું નથી.”


વળી તે જ વર્ષમાં યહૂદિયાના રાજા સિદકિયાની કારકિર્દીના આરંભમાં, એટલે ચોથા વર્ષના પાંચમા મહિનામાં, ગિબ્યોનમાંના આઝઝુરના પુત્ર હનાન્યા પ્રબોધકે યહોવાના મંદિરમાં યાજકોની તથા સર્વ લોકોની સમક્ષ મને કહ્યું,


ત્યારે હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરથી ઝૂંસરી લઈને ભાંગી નાખી.


પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, “રે હનાન્યા, સાંભળ; યહોવાએ તને મોકલ્યો નથી; પણ તું જૂઠી વાત પર આ લોકોને વિશ્વાસ કરાવે છે.


અને જૂઠા પ્રબોધકો ઘણા ઊઠશે, ને ઘણાને ભુલાવશે,


કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊઠશે, ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે, જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે.


જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુ [ના જેવા] છે, તેઓ સંબંધી સાવધાન રહો.


જેમ જાન્‍નેસ તથા જામ્બ્રેસ મૂસાની સામા થયા, તેમ એવા માણસો પણ સત્યની સામા થાય છે. તેઓ ભ્રષ્ટ મતિના, વિશ્વાસથી પતિત થયેલા માણસો છે.


મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેણે માગવું, એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓને માટે [ઈશ્વર] તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે વિનંતી કરતો નથી.


શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે [પકડવામાં આવ્યો]. એ બન્‍નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતાં જ નાખી દેવામાં આવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan