Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 5:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મેં તેઓને કહ્યું, “આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા, તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યા; છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો? શું તેઓ અમને વેચાવા જોઈએ?” ત્યારે તેઓ છાના રહ્યા. તેમને એક શબ્દ પણ બોલવો સૂઝ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 “આપણા જે યહૂદી ભાઈઓને પરપ્રજાના ગુલામ તરીકે વેચાઈ જવું પડયું હતું તેમને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવી લીધા છે. હવે તમે તમારા ભાઈઓને પોતાના જ સાથી યહૂદી ભાઈઓના ગુલામ થવાની ફરજ પાડો છો!” આગેવાનોએ મૌન સેવ્યું અને શું કહેવું તે તેમને સૂઝયું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અને તેઓને કહ્યું કે, “આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા, તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યાં; છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો?” તેઓ છાના રહ્યા અને જવાબ આપવા તેઓને એક શબ્દ પણ બોલવાનો સૂજ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “અને તેમને કહ્યું કે, પરદેશીઓને ગુલામ તરીકે વેચાઇ ગયેલા યહૂદીઓને અમે બને ત્યાં સુધી છોડાવતા આવ્યા છીએ; અને હવે તમે જ તમારા પોતાના જ ભાઇઓને ગુલામ તરીકે વેચી રહ્યાં છો, જેમને અમારે જ છોડાવવા પડશે ને?” તેઓ મૂંગા થઇ ગયા અને કંઇ બોલી ન શક્યા.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 5:8
14 Iomraidhean Croise  

વળી મેં કહ્યું, “જે કૃત્ય તમે કરો છો તે સારું નથી. રખેને આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે [એવી બીક રાખીને] તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ?


અમીરો બોલતા બંધ થઈ જતા, અને તેમની જીભ તેમને તાળવે ચોંટી જતી.


તેઓ વિસ્મિત થયા છે, તેઓ ફરીથી ઉત્તર આપતા નથી; તેઓ એક શબ્દ પણ બોલી શકતા નથી.


અને જે કોઈ ચોરીથી મનુષ્યહરણ કરીને તેને વેચે, અથવા જો એ તેના કબજામાં મળી આવે, તો તે નક્કી માર્યો જાય.


ત્યારે તે તેને કહે છે, “ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?” અને તે અણબોલ્યો રહ્યો.


એકને તેણે પાંચ તાલંત, ને બીજાને બે, ને ત્રીજાને એક, એમ દરેકને પોતપોતાની શકિત પ્રમાણે આપ્યું. અને તે પરદેશ ગયો.


કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે, ને તેને ઘણું થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે.


પણ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, તેનો નાશ તું તારા ભોજનથી ન કર.


હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે.


એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મર્યા તેનો નાશ થાય.


કેમ કે જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.


માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુંટુંબના જે છે તેઓનું સારું કરીએ.


જો કોઈ માણસ ઇઝરાયલનાં સંતાનમાંથી પોતાના કોઈ ભાઈનું હરણ કરે, ને તેની પાસે ગુલામી કરાવે, અથવા તેને વેચે, તો તે ચોર માર્યો જાય. એમ તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર.


Lean sinn:

Sanasan


Sanasan