Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 5:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે મેં મનમાં વિચાર કર્યો ને અમીરોને તથા અમલદારોને ધમકાવીને કહ્યું, “તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહું આકરું વ્યાજ લો છો.” મેં તેમની વિરુદ્ધ એક મોટી સભા ભરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 અને મેં પગલાં ભરવાનો મનમાં નિર્ધાર કર્યો. મેં લોકોના આગેવાનો અને અધિકારીઓને ધમકાવી નાખ્યા અને તેમને કહ્યું, “તમે તમારા જ ભાઈઓ પર અત્યાચાર કરો છો!” એ પ્રશ્ર્નના નિરાકરણ માટે મેં જાહેર સભા બોલાવી. પછી મેં કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી આ વિષે મેં મનમાં વિચાર કર્યો અને અમીરોને તથા અધિકારીઓને ધમકાવ્યા. મેં તેઓને કહ્યું, “તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરું વ્યાજ લો છો.” મેં તેઓની વિરુદ્ધ એક મોટી સભા ભરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યારે મેં મનમાં વિચાર કર્યો અને ઉમરાવો તથા અમલદારો સામે આરોપ મૂકીને કહ્યું કે, “તમે બધા પોતાના સગાંવહાંલા પાસેથી બહુ આકરું વ્યાજ લો છો.” મેં તેનું નિવારણ કરવાં તે બધાંની સભા બોલાવી,

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 5:7
25 Iomraidhean Croise  

તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ, અને તેની મહેનતનું ફળ પરાયા લૂંટી લો.


હે યહોવા, તમારા મંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ વસશે?


જે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.


“મારું મુખ શોધ” [એમ તમે મને કહ્યું, ત્યારે] મારા હ્રદયે તમને કહ્યું કે, હે યહોવા, હું તમારું મુખ શોધીશ.


[તેમનાથી] ભયભીત થાઓ, અને પાપ ન કરો; બિછાના પર પોતાના હ્રદયમાં વિચાર કરો, ને છાના રહો. (સેલાહ)


મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે અન્યાય કરનારની વિરુદ્ધ કોણ ઊભો થશે?


અને મારો ક્રોધ તપી ઊઠશે, ને હું તમને તરવારથી મારી નાખીશ. અને તમારી પત્નીઓ વિધવાઓ તથા તમારાં છોકરાં અનાથ થશે.


તારી સાથેના મારા લોકોમાંના કોઈ ગરીબને જો તું પૈસા ધીરે, તો તું તેની પ્રત્યે લેણદાર જેવો ન થા, ને તેને માથે તું વયાજ ન ચઢાવ.


ગુપ્ત પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.


નિયમ તોડનારાઓ દુષ્ટોનાં વખાણ કરે છે; પણ નિયમ પાળનારાઓ તેઓની સામે ટક્કર ઝીલે છે


તારી અંદર લોકોએ લાંચ લઈને રક્ત વહેવડાવ્યું છે; તેં વ્યાજ તથા વટાવ લીધા છે, ને તેં લોભથી જુલમ ગુજારીને તારા પડોશી સાથે લાભ મેળવ્યો છે, ને તું મને વીસરી ગયો છે, એમ પ્રભુ યહોવા કહે છે.


પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલના સરદારો, એટલેથી બસ કરો, જોરજુલમ ને લૂંટ બંધ કરો, ન્યાય તથા ઇનસાફ કરો. મારા લોકો ઉપરથી તમારો બલાત્કાર દૂર કરો, એમ પ્રભુ યહોવા કહે છે.


ઇનસાફ કરવામાં અન્યાય ન કરો; ગરીબને જોઈ તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ; પણ પોતાના પડોશીનો અદલ ન્યાય કર.


તું તેની પાસેથી કંઈ વ્યાજ કે નફો ન લે, પણ તારા ઈશ્વરનો ડર રાખ; એ માટે કે તારો ભાઈ તારી સાથે પોતાની જિંદગી ગાળે.


અને જો તે તેઓનું ન માને, તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ.


માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ ઉપરથી ઓળખતા નથી. અને જોકે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યા હતા, તોપણ હવેથી [તેમને એમ] ઓળખતા નથી.


પણ જયારે કેફા અંત્યોખ આવ્યો, ત્યારે હું તેને મોઢે ચઢીને તેની સામે થયો, કેમ કે તે દોષિત ઠર્યો હતો.


પાપ કરનારાઓને સર્વની સમક્ષ ઠપકો આપ, જેથી બીજાઓને પણ ડર રહે.


આ વાતો તું કહે, બોધ કર, અને પૂરા અધિકારથી ઠપકો આપ. કોઈ તારો અનાદર ન કરે.


Lean sinn:

Sanasan


Sanasan