Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 5:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મારે માટે દરરોજ એક ગોધો, છ વીણી કાઢેલા ઘેટા, ને મરઘાં રાંધવામાં આવતાં, તથા દશ દશ દિવસને અંતરે દ્રાક્ષારસ જેટલો જોઈએ તેટલો આપવામાં આવતો; તોપણ મેં સૂબા તરીકે નો પગાર માગ્યો નહિ, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 દરરોજ મારે ખર્ચે એક બળદ, છ ઉત્તમ ઘેટાં અને ઘણાં બધાં મરઘાંનું ભોજન પીરસાતું હતું. દર દસ દિવસે હું તાજો દ્રાક્ષાસવ પૂરો પાડતો, અને એમ મેં રાજ્યપાલ તરીકે મને મળવાપાત્ર ખાધા ખોરાકી પૈકી કંઈ માગ્યું નહોતું; કારણ, લોકોનો આર્થિક બોજો ઘણો ભારે હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અમારે સારુ ખોરાકમાં દરરોજ એક બળદ, પસંદ કરેલા છ ઘેટાં, પક્ષીઓ ઉપરાંત દર દસ દિવસે જોઈએ તેટલો દ્રાક્ષારસ આપવામાં આવતો. મેં રાજ્યપાલ તરીકેની ફરજનો પગાર માગ્યો નહિ, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 દરરોજ એક બળદ, છ ઉત્તમ ઘેટાં અને મુરધાં રંધાતા હતા. અને દર દશ દિવસે પીપડા ભરીને દ્રાક્ષારસ પૂરો પાડવામાં આવતો હતો. તો પણ મેં પ્રશાસક તરીકેનું ખાધાં ખોરાકી ભથ્થું માગ્યું નહિ, કારણકે આ લોકો પર ભારે બોજો હતો.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 5:18
6 Iomraidhean Croise  

“તમે જાણો છો કે, મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેઓને જ્યાં સુધી યહોવાએ તેમના પગનાં તળિયાં નીચે નાખ્યાં નહિ, ત્યાં સુધી તેમને લીધે ને પોતાના ઈશ્વર યહોવાના નામને અર્થે તે મંદિર બાંધી શક્યા નહિ.


દુષ્ટ ઉછીનું લે છે, અને પાછું આપતો નથી; પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને [દાન] આપે છે.


આખો દિવસ તે કરુણાથી વર્તે છે, અને ઉછીનું આપે છે. તેનાં સંતાન આશીર્વાદ પામેલાં હોય છે


અમે કોઈ માણસનું અન્‍ન મફત ખાધું નહોતું, પણ તમારામાંના કોઈને બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan