નહેમ્યા 5:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પણ મારા પહેલાં જે સૂબાઓ હતા, તેઓના ખરચનો બોજો એ લોકો પર પડતો, તેઓ એમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ, તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકલ રૂપું લેતા હતા. હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા. પણ ઈશ્વરના ભયને લીધે મેં તો એમ કર્યું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 મારી અગાઉના બધા રાજ્યપાલો લોકોને બોજારૂપ હતા. તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષાસવ પેટે દરરોજના રૂપાના ચાલીસ શેકેલના સિક્કા લેતા હતા. તેમના નોકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ હું ઈશ્વરની બીક રાખતો હોવાથી એ પ્રમાણે વર્ત્યો નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પણ મારા પહેલાં જે રાજ્યપાલો હતા, તેઓના ખર્ચનો ભાર એ લોકો પર પડતો, તેઓ તેઓની પાસેથી અન્ન, દ્રાક્ષારસ તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકેલ ચાંદી લેતા હતા. તે ઉપરાંત તેઓના ચાકરો લોકો પર ત્રાસ ગુજારતા હતા. પણ મેં ઈશ્વરથી ડરીને તેઓની સાથે એવો વર્તાવ કર્યો નહોતો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 મારી પહેલાનાં પ્રશાસકો લોકોને ભારરૂપ થઇ પડ્યા હતા; તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષારસ તેમજ 40 શેકેલ ચાંદી લેતા હતા. તે ઉપરાંત તેમના નોકર લોકો પર ત્રાસ ગુજારતા તે તો જુદું. પણ મેં દેવથી ડરીને તેમની સાથે એવો વર્તાવ કર્યો નહોતો. Faic an caibideil |