નહેમ્યા 5:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જે સમયથી યહૂદિયા દેશમાં તેઓના સૂબા તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી, એટકે આર્તાહશાસ્તા રાજાના વીસમાં વર્ષથી તે બત્રીસમાં વર્ષ સુધી, બાર વર્ષનો સૂબાના હોદ્દાનો પગાર મેં તથા મારા ભાઈઓએ લીધો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 આર્તાશાસ્તા રાજાના અમલના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી યહૂદિયા દેશના રાજ્યપાલ તરીકેનાં બાર વરસો દરમ્યાન મેં કે મારા સગાંસંબંધીઓએ મને રાજ્યપાલ તરીકે મળવાપાત્ર ખાધાખોરાકી પૈકી કંઈ લીધું નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જે સમયથી યહૂદિયા દેશમાં તેઓના આગેવાન તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી, એટલે આર્તાહશાસ્તા રાજાના શાસનકાળના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી, બાર વર્ષ સુધી રાજ્યપાલ તરીકે બજાવેલી ફરજનો પગાર મેં તથા મારા ભાઈઓએ લીધો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તદુપરાંત જે સમયથી યહૂદાના દેશમાં મારી પ્રશાસક તરીકે નિમણૂક થઇ ત્યારથી, એટલે આર્તાહશાસ્તા રાજાના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી, બાર વર્ષના પ્રશાસકના હોદ્દાંમાં મેં તથા મારા ભાઇઓએ પ્રશાસકને જે ખાવાનું અપાતું હતું તે ખાધું નથી. Faic an caibideil |