Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 5:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હું, મારા ભાઈઓ તથા મારા સેવકો, તેઓને પૈસા ને અનાજ ધીરતા આવ્યા છીએ. તો હવે કૃપા કરીને આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 મેં, મારા સાથીદારો અને મારા નોકરોએ પણ લોકોને ઉછીના પૈસા અને અનાજ આપ્યાં છે. તો હવે તેમને બધી વસૂલાત માફ કરી દઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હું, મારા ભાઈઓ તથા મારા સેવકો, તેઓને પૈસા અને અનાજ ઉધાર આપતા આવ્યા છીએ. પણ હવે કૃપા કરીને આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તે ઉપરાંત હું, મારા સગાવહાલાં તથા મારા સેવકો, તેઓને પૈસાને અનાજ ધીરતા આવ્યા છીએ. તો હવે તમે વ્યાજ લેવાનું બંધ કરો.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 5:10
18 Iomraidhean Croise  

અમે પોતાના ઈશ્વરના મંદિરની સેવાને માટે દર વર્ષે એક તૃતીયાંશ શેકેલ આપવાનો પોતાને માટે નિયમ ઠરાવ્યો.


કૃપા કરીને આજે જ તમારે તેઓનાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ તથા તેઓનાં ઘરો, તથા જે પૈસા, અન્ન, દ્રાક્ષારસ તથા તેલ તમે તેઓની પાસેથી પડાવી લો છો તે વ્યાજ સાથે તેઓને પાછાં આપવાં.”


ત્યારે મેં મનમાં વિચાર કર્યો ને અમીરોને તથા અમલદારોને ધમકાવીને કહ્યું, “તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહું આકરું વ્યાજ લો છો.” મેં તેમની વિરુદ્ધ એક મોટી સભા ભરી.


વળી મેં કહ્યું, “જે કૃત્ય તમે કરો છો તે સારું નથી. રખેને આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે [એવી બીક રાખીને] તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ?


જે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.


[પણ] દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં જોતર છોડવાં, દબાયેલાને મુક્ત કરીને વિદાય કરવા, અને વળી સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી.-જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી?


વ્યાજે નાણાં આપ્યાં હોય, ને વટાવ લીધો હોય; તો શું તે જીવશે? તે જીવવા પામશે જ નહિ. તેણે આ સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે; તે નક્કી માર્યો જશે; તેનું રક્ત તેને માથે.


અને કોઈને નાહક નુકસાન કર્યુ નહિ હોય, પણ દેવાદારે ગીરો [મૂકેલી વસ્તુ] તેને પાછી અપી હશે, જુલમ કરીને કોઈને લૂંટ્યો નહિ હોય, પોતાનું અન્ન ભૂખ્યાને આપ્યું હશે,, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હશે;


જેણે વ્યાજે [નાણાં] આપ્યાં નહિ હોય, તેમ કંઈ વટાવ લીધો નહિ હોય, જેણે પોતાનો હાથ દુષ્કર્મોથી પાછો ખેંચી લીધો હશે, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવ્યો હશે.


જેઓ પોતાનાં બિછાનામાં [સૂતા સૂતા] અન્યાયની યોજના કરે છે તથા દુષ્ટતા [નો વિચાર] કરે છે તેઓને અફસોસ! સવારનો પ્રકાશ થતાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તે કરવું તેમના હાથમાં છે.


માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે ઈશ્વરને પ્રગટ થયેલા છીએ. અને તમારાં અંત:કરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું.


એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય તેમ, અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો.


અમે, [ઈશ્વરની] સાથે કામ કરનારા હોઈને, તમને એવી પણ વિનંતી કરીએ છીએ કે, તમે ઈશ્વરની કૃપાનો અવરથા અંગીકાર ન કરો,


અને છૂટકો કરવાની રીત આ છે: પ્રત્યેક લેણદાર પોતાના પડોશીને પોતે જે ધીર્યું હોય તે જવા દે; તે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી બળજબરીથી તે પાછું લે નહિ, કેમ કે યહોવાના માનાર્થે છુટકારાનો ઢંઢેરો પિટાવવામાં આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan