Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 4:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તે વખતથી મારા અડધા ચાકરો કામે લાગતા, ને બીજા અડધા યહૂદિયાના સર્વ લોકોના રક્ષણને માટે ભાલા, ઢાલોમ ધનુષ્યો તથા કવચો ધારણ કરતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તે વખતથી મારા અર્ધા માણસો કામ કરતા, જ્યારે બાકીના અર્ધા માણસો બખ્તર પહેરીને તથા ભાલા, ઢાલો અને ધનુષ્યો સજીને ચોકીપહેરો કરતા. આગેવાનો પણ કોટનું કામ કરતાં કરતાં યહૂદિયાના લોકોનું ધ્યાન રાખતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે દિવસથી મારા અડધા ચાકરો બાંધકામ કરતા અને બાકીના ભાલા, ઢાલ, તીરકામઠાં અને બખ્તર ધારણ કરીને ચોકી કરવા માટે ઊભા રહેતા. અને યહૂદિયાના બધા લોકોને આગેવાનો તેઓની સાથે રહીને પીઠબળ પૂરું પાડતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તે દિવસથી મારા માણસોના અડધા માણસો બાંધકામ કરતા અને બાકીના ભાલા ઢાલ. તીરકામઠાં અને બખ્તર ધારણ કરીને ચોકી કરતા ઊભા રહેતા. અને યહૂદાના બધાં લોકોને આગેવાનો તેમની જોડે રહીને પીઠબળ પુરું પાડતાં.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 4:16
8 Iomraidhean Croise  

જ્યારે અમારા શત્રુઓએ સાંભળ્યું કે અમને તેઓના ઈરાદાની ખબર પડી છે, ને ઈશ્વરે તેઓની મસલત રદ કરી છે, ત્યારે અમે સર્વ કોટ પર પોતપોતાના કામ પર પાછા ગયા.


જેઓ કોટ બાંધતા હતા તેઓ, તથા જેઓ માથા પર બોજો ઉપાડતા હતા તેઓ પણ, શસ્ત્રસજ્જિત રહેતા, તેઓમાંનો દરેક એક હાથથી કામ કરતો, ને બીજા હાથમાં શસ્ત્ર રાખતો.


એમ હું, મારા ભાઈઓ, મારા સેવકો તથા મારા હાથ નીચેના રક્ષક સિપાઈઓ, એમાંનો કોઇપણ પોતાના વસ્ત્ર ઉતારતો નહિ, પ્રત્યેક પોતાનું વસ્ત્ર સાથે રાખીને પણઘટ પર જતો.


દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર [રહેમ] નજર રાખીશ; સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે.


અને માથાને માટે તેની વચમાં ચીરો રહે; અને જાણે કવચનો ચીરો હોય; તેમ તે ચીરાની આસપાસ ગૂંથેલા કામની કોર હોય, એ માટે કે તે ફાટે નહિ.


તેઓ સર્વ તરવરિયા [તથા] યુદ્ધમાં કુશળ છે; રાત્રે ભયના કારણથી તે પ્રત્યેક માણસની તરવાર તેની કમરે હોય છે.લ


ઘોડાઓ પર જીન બાંધો, ને, હે સવારો, તમે [ઘોડા] પર સવાર થાઓ, તમે ટોપ પહેરીને ઊભા રહો; ભાલાઓને ઓપ ચઢાવો, બખતર પહેરો.


Lean sinn:

Sanasan


Sanasan