નહેમ્યા 4:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એમને ભયભીત થયેલા જોઈને મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોએ કહ્યું, “તમારે તેઓથી બીવું નહિ. મોટા ને ભયાવહ યહોવાનું સ્મરણ કરો, અને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, સ્ત્રીઓ તથા તમારાં ઘરોને માટે લડો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 લોકોને ભયભીત થયેલા જોઈને મેં તેમને તથા તેમના આગેવાનો અને અધિકારીઓને કહ્યું, “આપણા દુશ્મનોથી ગભરાશો નહિ. પ્રભુ કેવા મહાન અને આદરણીય છે તે સંભારીને તમારા દેશબાંધવો, તમારાં સંતાનો, તમારી પત્નીઓ અને તમારાં ઘરો માટે લડો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 મેં અધિકારીઓને તથા બીજા લોકોને ઉદ્દેશીને કહ્યું, “તમારે તે લોકોથી ડરવું નહિ. આપણા પ્રભુ યહોવાહ કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, પત્નીઓ અને તમારા ઘર માટે લડો.” Faic an caibideilપવિત્ર બાઈબલ14 જ્યારે મેં જોયું કે શું થઇ રહ્યું છે, ત્યારે મેં ઉભા થઇને ઉમરાવો, અધિકારીઓ, અને બીજા લોકોને ઉદૃેશીને કહ્યું, “તમારે તે લોકોથી ડરવું નહિ; આપણા યહોવા કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા દેશબંધુઓ અને પુત્રો, પુત્રીઓ માટે, તથા પત્નીઓ અને તમારા ઘર માટે લડજો.” Faic an caibideil |