Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 3:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેની પાસે તકોઈઓ મરામત કરતા હતા; પણ તેઓના અમીરોએ પોતાના ધણીનાં કામમાં મદદ કરી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેના પછીના ભાગની મરામત તકોઆના માણસોએ કરી. (પણ તે નગરના મુખ્ય માણસોએ તેમના અધિકારીઓએ સોંપેલું મજૂરીકામ કરવાની ના પાડી.)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેની પછી તકોઈઓ મરામત કરતા હતા, પણ તેઓના આગેવાનોએ પોતાના માલિકના કામમાં મદદ કરી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેમની પછી તકોઆના માણસો સમારકામ કરતા હતા. પરંતુ તેમના આગેવાનોએ તેમના ધણીના કામમાં મદદ કરી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 3:5
17 Iomraidhean Croise  

અને યોઆબે તકોઆમાં માણસ મોકલીને ત્યાંથી એક ચતુર સ્‍ત્રીને તેડાવીને તેને કહ્યું, “કૃપા કરીને તું શોક પાળનારનો વેષ ધારણ કરીને, ને શોકનાં વસ્‍ત્ર પહેરીને, તારે અંગે તલ ન લગાડતાં મરી ગયેલાને માટે ઘણા દિવસથી શોક પાળનાર સ્‍ત્રીના જેવી થા.


તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,


તેના પછી તકોઈઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે ઓફેલના કોટ સુધી બીજા એક ભાગની મરામત કરતા હતા.


તેઓની પાસે હાક્કોસના પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોથ મરામત કરતો હતો.તેની પાસે મેશેઝાબએલના પુત્ર બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાનાનો પુત્ર સાદોક મરામત કરતો હતો.


જૂના દરવાજાની મરામત પાસેઆનો પુત્ર યાયાદા તથા બસોદ્યાનો પુત્ર મશુલ્લામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેનાં કમાડો ચઢાવ્યાં, અને મિજાગરા જડીને ભૂંગળો બેસાડી.


યહૂદિયાના રાજા સિદકિયાની આગળ આ સર્વ વચન પ્રમાણે મેં કહ્યું, “તમે તમારી ગરદનો પર બાબિલના રાજાની ઝૂંસરીઓ મૂકશો, ને તેના તથા તેના લોકના દાસ થશો, તો તમે જીવતા રહેશો.


“યહોવા મને કહે છે કે, તું તારે પોતાને માટે બંધનો તથા ઝૂંસરીઓ તૈયાર કરીને તારી પોતાની ગરદન પર મૂક;


વળી જે પ્રજા તથા જે રાજ્ય તેની, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા નહિ કરશે, ને પોતાની ગરદન પર બાબિલના રાજાની ઝૂંસરી નહિ મૂકશે, તે પ્રજાને તેને હાથે હું નષ્ટ કરી નાખું ત્યાં સુધી તરવારથી, દુકાળથી તથા મરકીથી તેને શિક્ષા કરીશ, એવું યહોવા કહે છે.


હે બિન્યામીનના પુત્રો, યરુશાલેમમાંથી જીવ લઈને નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો, ને બેથ-હાક્કેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો; કેમ કે ઉત્તરથી વિપત્તિ તથા મોટો નાશ આવે છે.


યહૂદિયાના રાજા ઉઝિયાની કારકિર્દીમાં તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં ધરતીકંપ થયો તે પહેલા બે વર્ષ અગાઉ, તકોઆના ગોવાળોમાંના આમોસને જે વચન પ્રાપ્ત થયાં તે.


મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો. કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.


તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પોતે પણ સહન કરી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?


માટે, ભાઈઓ, તમે તમારા તેડાને લક્ષમાં રાખો કે, જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનોને [તેડવામાં આવ્યા] નથી.


યહોવાના દૂતે કહ્યું, ‘મેરોઝને શાપ દો, તેની વસતિને સખત શાપ દો; કેમ કે યહોવાની મદદે [એટલે] બળવાનની સામે યહોવાની મદદે તેઓ આવ્યા નહિ.’


Lean sinn:

Sanasan


Sanasan