Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 3:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કારંજાના દરવાજાની મરામત કોલહોઝેનો પુત્ર શાલ્લૂન, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો; તેણે તે બાંધીને તેને ઢાંકી, અને તેના કમાડો ચઢાવ્યાં, તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવનો કોટ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી [બાંધ્યો].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 કોલહોઝેનો પુત્ર શાલ્લૂમ, જે મિસ્પા જિલ્લાનો અધિકારી હતો. તેણે “ઝરાનો દરવાજો” ફરીથી બાંધ્યો. તેણે દરવાજા પર છાપરું કર્યું, બારણાં ચડાવ્યાં અને તેના નકુચા તથા પાટિયાં બેસાડયાં. તેણે રાજાના બગીચાની નજીક શેલા તળાવ પર દાવિદનગરમાંથી ચડવાની સીડી સુધીનો કોટ બાંધ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કારંજાના દરવાજાની મરામત કોલ-હોઝેહનો દીકરો શાલ્લુમ, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. તેણે તે સમારકામ કરી તેનાં બારણા બેસાડ્યા. તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવની દીવાલ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી બાંધ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 કોલહોઝેહનો પુત્ર શાલ્લૂન મિસ્પાહ પ્રાંતનો પ્રશાસક હતો. તેણે કારંજાના દરવાજાનું સમારકામ કરી ફરી બનાવ્યો અને તેને ઉપરથી ઢાંકી દીધો અને તેનાં બારણા, આગળા અને દરવાજાના સળિયા ચઢાવ્યાં. વળી તેણે રાજાના બગીચાને અડીને આવેલા શેલાહના તળાવની દીવાલ, દાઉદના શહેરથી નીચે આવતા પગથિયાં સુધી બાંધી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 3:15
19 Iomraidhean Croise  

દાઉદ તે કિલ્‍લામાં રહ્યો, ને તેણે તેનું નામ ‘દાઉદનગર’ પાડ્યું. અને દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગામાં ઇમારતો ઉઠાવી.


પછી નગરના કોટમાં ગાબડું પાડવામાં આવ્યું, ને બધાં લડાયક માણસો રાત્રે રાજાની વાડી પાસેની બે ભીંતો વચ્ચે આવેલા દરવાજાને માર્ગે થઈને [નાઠા]. (હવે કાસ્દીઓએ નગરને ઘેરી લીધું હતું છતાં) [રાજા] અરાબાને માર્ગે નાઠો.


એ જ હિઝકિયા ગિહોનના ઉપલા ઝરાના પાણી બંધ કરીને સીધાં દાઉદનગરની પશ્ચિમે વાળી લાવ્યો; હિઝકિયા પોતાનાં સર્વ કામોમાં ફતેહ પામ્યો.


કારંજાને દરવાજેથી સીધા આગળ [ચાલીને] દાઉદનગરનાં પગથિયાં પર થઈને, કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપલી બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ [ગયા].


પછી ત્યાંથી આગળ ચાલીને કારંજાના દરવાજા સુધી તથા રાજાના તળાવ સુધી ગયો. પણ મારા જનાવરને ચાલવાની જગા ન હતી.


પછી મેં તેઓને કહ્યું, “આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો, યરુશાલેમ ઉજજડ પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો, આપણે યરુશાલેમનો કોટ બાંધીએ, જેથી આપણે નિંદાપાત્ર ન થઈએ.


તેની પાસે હાલ્લોહેશનો પુત્ર શાલ્લુમ, જે યરુશાલેમના અર્ધ ભાગનો અધિકારી હતો, તે તથા તેની દીકરીઓ મરામત કરતા હતાં.


કચરાના દરવાજા મરામત રેખાબનો પુત્ર માલ્કિયા કરતો હતો, તે બેથ-હાકકેરેમના જિલ્લાનો અધિકારી હતો. એણે તે બાંધીને તેનાં કમાડો‍ ચઢાવ્યાં, તેમને મિજાગરાં જડ્યાં તથા ભૂગળો બેસાડી.


અને તેની પાસે યશુઆનો પુત્ર એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો, તે [કોટના] ખાંચા આગળના શસ્ત્રાલયના ચઢાવ સામે બીજા એક ભાગની મરામત કરતો હતો.


તેઓની પાસે મલાટયા ગિબ્યોની તથા યાદોન મેરોનાથી, ગિબ્યોન તથા મિસ્પાના માણસો કે, જેઓ નદીની પેલી પારના સૂબાને તાબે હતા, તેઓ મરામત કરતા હતા.


તેઓની પાસે હૂરનો પુત્ર રફાયા મરામત કરતો હતો, તે યરુશાલેમના અર્ધા ભાગનો અધિકારી હતો.


મેં મારે પોતાને માટે તળાવ ખોદાવ્યાં, જેથી વનમાં ઊછરતાં વૃક્ષોને પાણી પવાય.


“આ લોકોએ શિલોઆના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડયું છે, અને તેઓ રસીન તથા રમાલ્યાના દીકરાથી આનંદ પામે છે.


પછી યર્મિયા, અહીકામના પુત્ર ગદાલ્યાની પાસે મિસ્પામાં ગયો, ને તેની સાથે દેશમાં જે લોકો બાકી રહ્યા હતા તેઓ મધ્યે રહ્યો.


અથવા શિલોઆહમાં જે અઢાર માણસ પર બુરજ પડ્યો, ને તેઓને મારી નાખ્યા, તેઓ યરુશાલેમમાંના બીજા સર્વ રહેવાસીઓ કરતાં વિશેષ ગુનેગાર હતા, એમ તમે ધારો છો શું?


અને તેને કહ્યું કે, તું જઈને શિલોઆહ [અર્થાત મોકલેલા] ના કુંડમાં ધો.” ત્યારે તે ગયો, અને ધોઈને દેખતો થઈને [ઘેર] આવ્યો.


ત્યારે દાનથી તે છેક બેરશેબા સુધીના તથા ગિલ્યાદ દેશના સર્વ ઇઝરાયલી લોકો નીકળી આવીને સમગ્ર પ્રજા મિસ્પામાં યહોવાની આગળ એક મતે ભેગી મળી.


(હવે ઇઝરાયલી લોકો મિસ્પામાં ભેગા થયા છે એ વાત બિન્યામીનપુત્રોએ સાંભળી.) અને ઇઝરાયલીઓએ પૂછ્યું, “આ દુષ્ટ કૃત્ય કેવી રીતે બન્યું તે અમને કહો.”


Lean sinn:

Sanasan


Sanasan