Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 13:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ત્યારે મેં યહૂદિયાના અમીરો સાથે તકરાર લઈને તેઓને કહ્યું, “તેમ આ કેવું દુષ્ટ કામ કરો છો, ને સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 મેં યહૂદી આગેવાનોને ઠપકો આપતાં કહ્યું, “તમે આ કેવું દુષ્ટ કામ કરી રહ્યા છો? તમે સાબ્બાથને અપવિત્ર કરી રહ્યા છો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછી મેં યહૂદિયાના આગેવાનોની સામે ફરિયાદ કરીને કહ્યું, “તમે આ કેવું ખરાબ કામ કરો છો અને વિશ્રામવારના દિવસને ભ્રષ્ટ કરો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 મેં યહૂદાના ઉમરાવોને ફરિયાદ કરી અને કહ્યું, “આ કઇ રીતનું અનિષ્ટ છે? તમે પોતાનું સામાન્ય કામ સાબ્બાથના દિવસે કરી રહ્યાં છો?

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 13:17
14 Iomraidhean Croise  

ત્યારે મેં અધિકારીઓની સાથે તકરાર લઈને કહ્યું, “ઈશ્વરના મંદિરની આવી દુર્દશા કેમ થઈ છે?” મેં [લેવીઓને] એકત્ર કરીને તેઓને પોત પોતાની જગા પર રાખ્યા.


[યરુશાલેમમાં] તૂરના માણસો પણ રહેતા હતા, જેઓ માછલી તથા સર્વ પ્રકારનો માલ લાવતા, ને સાબ્બાથે યહૂદિયાના લોકોને તે વેચતા.


મેં વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો, તેઓમાંના કેટલાકને માર્યા, તેઓના વાળ ફાંસી કાઢ્યા, ને તેઓ પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા, “અમારે પોતાની પુત્રીઓ તેઓના પુત્રોને આપવી નહિ, અને તેઓની પુત્રીઓને અમારે પોતાના પુત્રો માટે કે પોતાને માટે લેવી નહિ.”


ત્યારે મેં મનમાં વિચાર કર્યો ને અમીરોને તથા અમલદારોને ધમકાવીને કહ્યું, “તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહું આકરું વ્યાજ લો છો.” મેં તેમની વિરુદ્ધ એક મોટી સભા ભરી.


નિયમ તોડનારાઓ દુષ્ટોનાં વખાણ કરે છે; પણ નિયમ પાળનારાઓ તેઓની સામે ટક્કર ઝીલે છે


હે સદોમના ન્યાયાધીશો, તમે યહોવાની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ [શાસ્ત્ર] પ્રત્યે કાન દો.


રાજેને તથા રાજમાતાને કહે, દીન થઈને બેસો; કેમ કે તમારા શિરપેચ, એટલે તમારો જે સુશોભિત મુગટ છે તે, પડી ગયો ચે.


હું ખાનદાન માણસોની પાસે જઈને તેઓની સાથે વાત કરીશ, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના ઈશ્વરની ધર્મનીતિ જાણે છે.” પણ તેઓએ સર્વાનુમતે ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે.


પણ ઇઝરાયલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ બંડ કર્યું; તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો. [એ વિધિઓ] એવા છે કે, જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે; અને મારા સાબ્બાથોને પણ તેઓએ ઘણા જ ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું અરણ્યમાં તેઓ પર મારો કોપ રેડીને તેમનો સંહાર કરીશ.


તું તારા હ્રદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર, તારા પડોશીને જરૂર ઠપકો દે, ને તેની શરમથી પાપને ન સાંખ.


મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇઝરાયલ લોકોના અધિકારીઓ, તમે કૃપા કરીને સાંભળો:અદલ ઇનસાફ કરવો એ શું તમારી ફરજ નથી?


હે યાકૂબના વંશના નેતાઓ, ને ઇઝરાયલના વંશના અધિકારીઓ, ન્યાયને ધિક્કારનારા તથા ઇનસાફને ઊંધો વાળનારા, કૃપા કરીને આ સાંભળો.


Lean sinn:

Sanasan


Sanasan