Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 13:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 “હે મારા ઈશ્વર, એ વિષે મારું સ્મરણ કરો, અને મારા સુકૃત્યો જે મેં મારા ઈશ્વરના મંદિરને માટે તથા તેનાં કાર્યોને માટે કર્યા છે, તે તમે ભૂંસી ન નાખો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 હે મારા ઈશ્વર, તમારા મંદિરને માટે અને તેના સેવાકાર્ય માટે મારાં આ બધાં કાર્યો તમે સતત સ્મરણમાં રાખજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 મેં પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર, આ મારાં સારાં કાર્યોને યાદ રાખજો અને ઈશ્વરના સભાસ્થાનને માટે તથા તેની સેવાને માટે મેં જે સારા કામ કર્યાં છે તેને નષ્ટ થવા દેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 હે મારા દેવ, આ મારાં સારાં કાર્યોને યાદ રાખજો અને દેવના મંદિર માટે અને તેમની સેવા માટે મેં જે સારા કામ કર્યા છે તે ભૂલી જશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 13:14
14 Iomraidhean Croise  

હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હ્રદયથી તમારી આગળ ચાલ્યો છું, ને તમારી ર્દષ્ટિમાં જે સારું છે તે કર્યું છે, તેનું હમણાં તમે સ્મરણ કરો.”પછી હિઝકિયા બહુ રડ્યો.


વળી તે પવિત્ર મંદિરને માટે જે બધું મેં તૈયાર કર્યુ છે તે ઉપરાંત, મારા ઈશ્વરના મંદિર પર મારો પ્રેમ હોવાથી મારી પાસે મારો પોતાનો સોનારૂપાનો ભંડાર છે તે હું મારા ઈશ્વરના મંદિરને માટે આપું છું.


તેઓએ તેને રાજાઓની સાથે દાઉદનગરમાં દાટ્યો, કેમ કે તેણે ઇઝરાયલમાં તથા ઇશ્વરના અને મંદિરના સબંધમાં સારી સેવા બજાવી હતી.


તારા ઈશ્વરની મંદિરની જરૂરિયાત પ્રમાણે એથી પણ વધારે અર્પણો કરવાનો પ્રસંગ આવે, તો તારે રાજાના ભંડારમાંથી તે ખરચવું.


અમે તમને જણાવીએ છીએ કે, સર્વ યાજકો, લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળો, નથીનીમ કે ઈશ્વરના આ મંદિરના બીજા સેવકો પાસેથી ખંડણી, કર કે જકાત લેવી તે કાયદા વિરુદ્ધ ગણાશે.


આપણા પૂર્વજોના ઈશ્વર યહોવાને ધન્ય હો કે જેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરુશાલેમમાં યહોવાનું જે મંદિર છે તેને સુશોભિત કરવું.


એં લેવીઓને આજ્ઞા કરી, “સાબ્બાથ દિવસને પવિત્ર રાખવા માટે તેઓ પોતે શુદ્ધ થાય, અને ભાગળોની સંભાળ રાખે. હે મારા ઈશ્વર, મારા લાભમાં આનું પણ સ્મરણ કર. અને તમારી પુષ્કળ કૃપાને લીધે મને દરગુજર કરો.”


અને ઠરાવેલે સમયે કાષ્ટાર્પણને માટે તથા પ્રથમફળોને માટે પણ [ક્રમ ઠરાવી આપ્યો.] “હે મારા ઈશ્વર, મારા હિતને માટે તેનું સ્મરણ કરો.”


“હે મારા ઈશ્વર, એ લોકોને માટે મેં જે જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કરો.”


“હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હ્રદયથી તમારી સમક્ષ ચાલ્યો છું, ને તમારી દષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે, એનું સ્મરણ કરો.” પછી હિઝકિયા બહુ રડયો.


કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.


જે જીતે છે તેને એ જ પ્રમાણે ઊજળાં વસ્‍ત્ર પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan