નહેમ્યા 13:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તે ભંડારો ઉપર મેં ભંડારીઓ નીમ્યા, તેઓ આ છે: શેલેમ્યા યાજક, સાદોક ચિટનીસ, તથા લેવીઓમાંનો પદાયા; અને તેઓથી ઊતરતો માત્તાન્યાના પુત્ર ઝાક્કૂરનો પુત્ર હાનાન હતો; કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા, પોતાના ભાઈઓને વહેંચી આપવું, એ તેઓનું કામ હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 મેં મંદિરના ભંડારના ઓરડાઓની જવાબદારી આ માણસોને સોંપી: યજ્ઞકાર શેલેમ્યા, નિયમશાસ્ત્રી સાદોક, અને પદાયા લેવી. ઝાક્કૂરનો પુત્ર અને માતાન્યાનો પૌત્ર હનાન તેમનો મદદનીશ હતો. પોતાના સાથી કાર્યકરોને અપાતા પુરવઠાની વહેંચણીમાં આ માણસોની પ્રામાણિક્તા અંગે હું ભરોસો રાખી શકું તેમ હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે ભંડારો ઉપર મેં ખજાનચીઓ નીમ્યા તેઓ આ છે: શેલેમ્યા યાજક, સાદોક શાસ્ત્રી તથા લેવીઓમાંનો પદાયા. તેઓના પછી માત્તાન્યાનો દીકરો ઝાક્કૂરનો દીકરો હાનાન હતો, કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા. પોતાના ભાઈઓને વહેંચી આપવું, એ તેઓનું કામ હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ13 અને મેં યાજક શેલેમ્યા તથા સાદોક ચિટનીસ, અને લેવી પદાયાને ભંડાર સંભાળવા મૂક્યા અને મેં તેમની મદદમાં માત્તાન્યાના પુત્ર, ઝાક્કૂરના પુત્ર હાનાનને તેઓને મદદ કરવા નીમ્યો. આ માણસોની શાખ ઘણી સારી હતી. તેઓનું કામ પોતાના સાથી લેવીઓને પ્રામાણિકપણે પૂરવઠાની વહેંચણી કરી આપવાનું હતું. Faic an caibideil |