Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 13:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વળી મને માલૂમ પડ્યું કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવ્યા ન હતા. તેથી લેવીઓ તથા ગવૈયાઓ પોતપોતાનાં ખેતરોમાં ચાલ્યા ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 મારા જાણવામાં આવ્યું કે મંદિરના સંગીતકારો અને બીજા લેવીઓ યરુશાલેમ છોડીને પોતપોતાનાં ખેતરોમાં પાછા જતા રહ્યા છે; કારણ, લોકોએ તેમને તેમના નિયત હિસ્સા આપ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મને એ પણ ખબર પડી કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવતા ન હતા. તેથી લેવીઓ તથા ગાનારાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મને એ પણ ખબર પડી કે લેવીઓ અને યાજકો પોતપોતાના ખેતરમાં પાછા ફર્યા હતા, કારણ, તેમને તેમનો જે ભાગ મળવા પાત્ર હતો તે તેઓને ન મળ્યો.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 13:10
11 Iomraidhean Croise  

તે ઉપરાંત તેણે યાજકોનો તથા લેવીઓનો ભાગ તેમને આપવાની યરુશાલેમમાં રહેનારા લોકને આજ્ઞા કરી, જેથી તેઓ યહોવાના નિયમ પ્રમાણે [મંદિરની] સેવામાં મંડ્યા રહે.


અમારા બાંધેલા લોટનો પહેલો હિસ્સો, તથા અમારા અર્પણો, ને સર્વ પ્રકારનાં વૃક્ષોના ફળો, દ્રાક્ષારસ તથા તેલ યાજકોની પાસે અમારા ઈશ્વરના મંદિરની ઓરડીઓમાં, ને અમારી જમીનની ઊપજના દશાંશો લેવીઓ પાસે, લાવવા માટે પણ ઠરાવ કર્યો. કેમ કે એ લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.


કેમ કે જે ઓરડીમાં પવિત્રસ્થાનના પાત્રો રાખવામાં આવે છે તેમાં ઇઝરાયલપુત્રોએ તથા લેવીપુત્રોએ સેવા કરનાર યાજકો, દ્વારપાળો તથા ગવૈયાઓને માટે ધાન્યનું, દ્રાક્ષારસનું તથા તેલનું ઉચ્છાલીયાર્પણ લાવવું. અને અમે અમારા ઈશ્વરના મંદિરનો કદી ત્યાગ કરીશું નહિ.


ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગવૈયાઓના તથા દ્વારપાળોના હિસ્સા દરરોજની અગત્ય પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓને માટે અર્પણ કરતા. અને લેવીઓ હારુનના પુત્રોને માટે અર્પણ કરતા.


તારાં દહનીયાર્પણોનાં ઘેટાં તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞો વડે તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો મૂક્યો નથી, અને ધૂપ માગીને તને કાયર કર્યો નથી.


શું માણસ ઈશ્વરને લૂંટે? તેમ છતાં તમે મને લૂંટો છો. પણ તમે પૂછો છો, ‘શી બાબતમાં અમે તમને લૂંટયા છે?’ દશાંશોમાં તથા ઉચ્છાલીયાર્પણોમાં.


“ઇઝરાયલી લોકોને આજ્ઞા કર કે, તેઓ પોતાના વતનના વારસામાંથી લેવીઓને રહેવા માટે નગરો આપે. અને તે નગરોના ઉપયોગને માટે તેઓની આસપાસનાં પાદરો પણ તમારે લેવીઓને આપવાં.


પોતા વિષે સંભાળ કે, જ્યાં સુધી તું આ તારી ભૂમિ પર રહે ત્યાં સુધી લેવીનો ત્યાગ તારે કરવો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan