Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 12:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 એફ્રાઈમની ભાગળ, જૂની ભાગળ, મચ્છીભાગળ, હનાનેલના બુરજ આગળ થઈને છેક મેંઢાભાગળ સુધી [ગયો]. તેઓ ચોકીભાગળમાં ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 ત્યાંથી અમે એફ્રાઈમ દરવાજે, યશાન્યા દરવાજે, માછલી દરવાજે, હનાનેલના બુરજે, શતક બુરજે અને છેક ઘેટાંના દરવાજે પહોંચ્યા. મંદિરના દરવાજા પાસે અમે અમારી કૂચ પૂરી કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 અને ત્યાંથી એફ્રાઇમ દરવાજો, જૂનો દરવાજો, મચ્છી દરવાજો, હનાનએલના બુરજ અને હામ્મેઆહના બુરજ આગળ થઈને ઘેટાંનો દરવાજા સુધી ગયો. તેઓ ચોકીદારના દરવાજા આગળ આવીને ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 અને ત્યાંથી એફ્રાઇમ દરવાજાના પર, “જૂનો દરવાજો,” મચ્છી દરવાજો, હનાનએલનો બૂરજ અને હામ્મેઆહ બૂરજ વટાવીને ઘેટાં-દરવાજા સુધી ગયા. ચોકીદારના દરવાજા આગળ આવીને અમે અટક્યા.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 12:39
12 Iomraidhean Croise  

ઇઝરાયલનો રાજા યોઆશ બેથ-શેમેશમાં અહાઝ્યાના દીકરા યોઆશના દીકરા યહૂદિયાના રાજા અમાસ્યાને પકડીને યરુશાલેમમાં લાવ્યો. અને એફ્રાઈમના દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તેણે તોડી પાડ્યો.


ઈશ્વરના મંદિરમાં આભારસ્તુતિ કરનારી બન્ને ટોળીઓ ઊભી રહી, હું તથા મારી સાથે અડધા અધિકારીઓ પણ [ઊભા રહ્યા].


એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને મેંઢાભાગળ બાંધી, અને તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેના કમાડો ચઢાવ્યાં. તેઓએ હામ્મેઆ બુરજ સુધી અને છેક હનાનેલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.


ઉઝાયનો પુત્ર પાલાલ [કોટના] ખાંચા સામે, તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ આગળ ચોકીદારોના આંગણા આગળ હતો, તેની સામે મરામત કરતો હતો.તેના પછી પારોશનો પુત્ર પદાયા [મરામત કરતો હતો].


હાસ્સેનાના પુત્રોએ મચ્છીભાગળ બાંધી. તેઓએ તેના મોભ ગોઠવ્યા, તેનાં કમાડો ચઢાવ્યાં. મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી.


જૂના દરવાજાની મરામત પાસેઆનો પુત્ર યાયાદા તથા બસોદ્યાનો પુત્ર મશુલ્લામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેનાં કમાડો ચઢાવ્યાં, અને મિજાગરા જડીને ભૂંગળો બેસાડી.


તે પ્રમાણે લોકો જઈને તે લઈ આવ્યા, ને તેઓમાંના દરેકે પોતાના ઘરના ધાબા પર, પોતાના આંગણામાં, પણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઈમની ભાગળના ચોકમાં પોતાને માટે માંડવા કર્યા.


વળી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયમાં આ નગર હનામેલના બુરજથી તે ખૂણાની ભાગળ સુધી યહોવાને માટે બાંધવામાં આવશે.


તે સમયે તો બાબિલના રાજાનું સૈન્ય યરુશાલેમને ઘેરાવ કરતું હતું, ને યહૂદિયાના રાજાના મહેલમાં યહેરેગીરોની ચોકીમાં યર્મિયા પ્રબોધકને કેદ કરી રાખેલો હતો.


વળી યહોવા કહે છે, “તે દિવસે મચ્છી દરવાજે પોકાર થશે, બીજા મહોલ્લામાં પોક મુકાશે, તથા ડુંગરોમાંથી મોટા કડાકા [સંભળાશે].


હવે યરુશાલેમમાં મેઢાંભાગળની પાસે એક કુંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને [લગતી] પાંચ પરસાળ છે.


Lean sinn:

Sanasan


Sanasan