Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 10:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અમારે પોતાની પુત્રીઓ દેશના લોકોને પરણાવવી નહિ, ને તેઓની પુત્રીઓ અમારા પુત્રોને પરણાવવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 અમારા દેશમાં વસતી પરપ્રજાઓ સાથે અમે આંતરલગ્નથી જોડાઈશું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 અમે વચન આપીએ છીએ કે, અમારી પુત્રીઓના લગ્ન દેશના અન્ય લોકો સાથે કરીશું નહિ અને અમારા પુત્રોનાં લગ્ન તેઓની પુત્રીઓ સાથે કરાવીશું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 “અમે અમારી પુત્રીઓ બીજી ભૂમિના લોકોને આપીશું નહિ, તેમ તેમની પુત્રીઓ અમારા પુત્રો માટે લઇશું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 10:30
15 Iomraidhean Croise  

તેની પહેલાં તેના જેવો કોઈ રાજા થયો નહોતો કે, જે પોતાના સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી તથા સંપૂર્ણ બળથી મૂસાના આખા નિયમશાસ્ત્ર પ્રમાણે યહોવા તરફ ફર્યો હોય. અને તેના પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી.


રાજા થાંભલા પાસે ઊભો રહ્યો, ને આ કરારનાં જે વચનો આ પુસ્તકમાં લખેલાં હતાં તે સર્વને અમલમાં લાવવા માટે, સંપૂર્ણ મનથી, તથા સંપૂર્ણ ભાવથી યહોવાને અનુસરવાનો, ને તેમની આજ્ઞાઓ, તેમનાં સાક્ષ્ય તથા તેના વિધિઓ પાળવાનો તેણે યહોવા આગળ કરાર કર્યો; અને સર્વ લોક એ કરારમાં સામેલ થયા.


રાજાએ પોતાની જગાએ ઊભા થઈને આ પુસ્તકમાં લખેલાં કરારનાં વચન પ્રમાણે કરવાને માટે, પોતાના ખરા હ્રદયથી તથા પોતાના પૂરા જીવથી યહોવાને અનુસરવાને તથા તેમની આજ્ઞાઓ, તેમના સાક્ષ્યો તથા તેમના વિધિઓ પાળવાને યહોવાની આગળ પ્રતિજ્ઞા લીધી.


જેઓએ મુદ્રા કરી તેઓ આ હતા : હખાલ્યાનો પુત્ર નહેમ્યા સરસૂબો, સિદકિયા;


તે સમયે જે યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતાં તેઓને મેં જોયા.


મેં વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો, તેઓમાંના કેટલાકને માર્યા, તેઓના વાળ ફાંસી કાઢ્યા, ને તેઓ પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા, “અમારે પોતાની પુત્રીઓ તેઓના પુત્રોને આપવી નહિ, અને તેઓની પુત્રીઓને અમારે પોતાના પુત્રો માટે કે પોતાને માટે લેવી નહિ.”


આ રીતે મેં સર્વ પરદેશીઓના સંબંધમાંથી તેઓને શુદ્ધ કર્યા, અને યાજકોને તથા લેવીઓને પોતપોતાના કામના ક્રમ ઠરાવી આપ્યા;


ત્યારે તેઓએ કહ્યું, “અમે તે પાછાં આપીશું ને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહિ. તમારા કહેવા પ્રમાણે અમે કરીશું.” તેઓ પોતાનું વચન પાળે માટે મેં યાજકોને બોલાવીને તેઓની પાસે પ્રતિજ્ઞા લેવડાવી.


હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, અને તે પાળી પણ છે.


અને તું તેઓબી દીકરીઓ સાથે તારા દીકરાઓને પરણાવે, ને તેમની દીકરીઓ તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.


તમારાં બાળકો, તમારી સ્‍ત્રીઓ, તથા તારી છાવણીઓમાં [સાથે રહેનાર] પરદેશી, તારાં લાકડાં કાપનારથી માંઢીને તે પાણી ભરનાર સુધી, તમે સર્વ ઊભા છો.


વળી તારે તેમની સાથે લગ્નવ્યવહાર રાખવો નહિ. તારે તારી દીકરી તેના દીકરાને ન આપવી, તેમજ તેની દીકરી તારા દીકરાની સાથે પરણાવવી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan