Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 1:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હખાલ્યાના પુત્ર નહેમ્યાનું વૃત્તાંત. વીસમા વર્ષના કિસ્લેવ માસમાં હું સૂસાના કિલ્લામાં હતો ત્યારે એવું બન્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હખાલ્યાના પુત્ર નહેમ્યાનું આ વૃત્તાંત છે. આર્તાશાસ્તા રાજાના વીસમા વર્ષે કિસ્લેવ માસમાં હું નહેમ્યા, પાટનગર સૂસામાં હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હખાલ્યાના પુત્ર નહેમ્યાનું વૃતાંત આ પ્રમાણે છે. વીસમા વર્ષના કિસ્લેવ માસમાં હું સૂસાના કિલ્લામાં રહેતો હતો ત્યારે એવું બન્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હખાલ્યાનો પુત્ર નહેમ્યાનું વૃત્તાંત. આર્તાહશાસ્તાનાં શાસનના વીસમા વર્ષમાં કિસ્લેવ માસમાં હું પાટનગર સૂસામાં હતો ત્યારે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 1:1
9 Iomraidhean Croise  

યહૂદાના તથા બિન્યામીનના સર્વ માણસો ત્રણ દિવસની અંદર યરુશાલેમમાં એકત્ર થયા. નવમાં માસની વીસમી તારીખે સર્વ લોક આ વાતના ભયને લીધે તથા ભારે વરસાદને લીધે તથા ભારે વરસાદને લીધે ધ્રૂજતા ધ્રૂજતા ઈશ્વરના મંદિરની સામેના ચોગાનમાં બેઠા.


ઇઝરાયલી લોકોમાંના કેટલાક યાજકો લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળો તથા નથીનીમની સાથે


જેઓએ મુદ્રા કરી તેઓ આ હતા : હખાલ્યાનો પુત્ર નહેમ્યા સરસૂબો, સિદકિયા;


આર્તાહશાસ્તા રાજાને વીસમે વર્ષે નીસાન માસમાં તેમની આગળ દ્રાક્ષારસ હતો, તે સમયે મેં તે દ્રાક્ષારસ લઈને રાજાને આપ્યો. હું કદી એ પહેલાં તેમની હજૂરમાં ઉદાસ થયો નહતો.


જે સમયથી યહૂદિયા દેશમાં તેઓના સૂબા તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી, એટકે આર્તાહશાસ્તા રાજાના વીસમાં વર્ષથી તે બત્રીસમાં વર્ષ સુધી, બાર વર્ષનો સૂબાના હોદ્દાનો પગાર મેં તથા મારા ભાઈઓએ લીધો નથી.


રાજા સૂસાના મહેલમાં પોતાના રાજ્યાસન પર બેઠેલો હતો તે દરમિયાન,


કાસદો રાજાની આજ્ઞા પ્રમાણે તાકીદે રવાના થયા, તે હુકમ સૂસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન [દ્રાક્ષારસ] પીવાને બેઠા; પણ સૂસા નગરમાં ગભરાટ મચી રહ્યો.


હું સંદર્શનમાં જોતો હતો; તે વખતે હું એલામ પ્રાંતમાંના સૂસાના મહેલમાં હતો. મારા સંદર્શનમાં મેં જોયું કે હું ઉલાઈ નદીની પાસે હતો.


દર્યાવેશ રાજાને ચોથે વર્ષે, તેના નવમા, એટલે કિસ્લેવ, માસની ચોથીએ યહોવાનું વચન ઝખાર્યા પાસે આવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan