Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 3:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હું કંટાળાદાયક ગંદકી તારા પર નાખીશ, તને ફજેત કરી નાખીશ, ને તને હાસ્યજનક પૂતળા તરીકે બેસાડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 હું તને તુચ્છકારથી જોઈશ અને ગંદકીથી ભરી દઈશ. લોકો તને જોઈને ભયભીત થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હું તારા પર કંટાળાજનક ગંદકી નાખીશ, અને તને ધિક્કારપાત્ર કરીશ; હું તને હાસ્યસ્પદ બનાવીશ કે દરેક લોક તને જોઈ શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હું તારા પર કંટાળાદાયક ગંદકી નાખીશ, તારો અનાદર કરીશ, ને તને હાસ્યજનક રીતે પ્રદશીર્ત કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 3:6
19 Iomraidhean Croise  

તેમણે મને કાદવમાં નાખી દીધો છે, અને હું ધૂળ તથા રાખ જેવો થઈ પડયો છું.


તેઓ મૂર્ખોનાં સંતાન, હા, અધમ પુરુષોનાં સંતાન [છે] , દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા.


તોપણ તમે મને ખાઈમાં નાખી દેશો, અને મારાં પોતાનાં જ વસ્ત્રો મને કંટાળો આપશે.


બાબિલના ઢગલા થશે, તે શિયાળોની બોડ થશે, તે વસતિહીન થઈને વિસ્મય તથા ફિટકાર ઉપજાવે એવું થશે.


વળી તેમણે મારાં દાંતોને કાંકરીથી ભાંગ્યા છે, તેમણે રાખથી મને ઢાંકી દીધો છે.


જો, હું તારા સર્વ આશકો જેમની સાથે તેં મોજ માણી છે તેઓને, અને તારા સર્વ અળખામણાઓને પણ હું એકત્ર કરીશ. હા, હુ તેઓને તારી સામે ચોતરફ એકઠા કરીશ, ને તમની આગળ તારી નગ્નતા ઉઘાડી કરીશ, જેથી તેઓ તારી બધી નગ્નતા જુએ.


યહોવાએ તારા સંબંધી આજ્ઞા આપી છે, “હવે પછી તારાં બી ફરી વાવવામાં આવશે નહિ. તારા દેવોના મંદિરમાંથી હું ઘડેલી મૂર્તિનો તથા ઢાળેલી મૂર્તિનો નાશ કરીશ. હું તારી કબર ખોદીશ; કેમ કે તું દુષ્ટ છે.”


તું કીર્તિને બદલે લજ્જાથી ભરપૂર છે. વળી તું પીને બેસુન્નતના જેવો થા. યહોવાના જમણા હાથનો પ્યાલો તારી તરફ વળશે, ને તારી કીર્તિને ભારે કલંક લાગશે.


જે આનંદી નગર નિશ્ચિત રહેતું હતું, ને પોતાના મનમાં કહેતું હતું, ‘હું જ છું, ને મારા સિવાય બીજું કોઈ નથી, ’ તે કેવુમ વેરાન તથા પશુઓને પડી રહેવાનું સ્થાન થઈ પડયું છે! તેની પાસે થઈને જનાર દરેક માણસ ફિટકાર કરશે, ને [તિરસ્કારસહિત] પોતાનો હાથ હલાવશે.”


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જો મારા નામને ગૌરવ આપવાનું તમે સાંભળશો નહિ, તથા તમારા અંત:કરણમાં તે ઠસાવશો નહિ, તો હું તમારા પર શાપ મોકલીશ, ને તમારા [આપેલા] આશીર્વાદોને હું શાપરૂપ કરી નાખીશ. હા, હું તેમને શાપરૂપ કરી ચૂકયો છું, કેમ કે તમે તમારા અંત:કરણમાં એ ઠસાવતા નથી.


જુઓ, હું તમારે લીધે તમારા હાથને નિર્બળ કરીશ, ને તમારાં મુખો પર છાણ, એટલે તમારા ય [નાં પશુઓ] નું છાણ, ચોપડીશ. અને તમને તેની સાથે બહાર કાઢી મૂકવામાં આવશે.


“તમે મારા માર્ગમાં ચાલ્યા નથી, પણ નિયમ [સમજાવવા] માં મુખની શરમ રાખી છે, માટે મેં તમને સર્વ લોકની નજરમાં તિરસ્કાર પાત્ર તથા અધમ કરી નાખ્યા છે.”


તુચ્છકારાયેલા છતાં આજીજી કરીએ છીએ, અમે હજી સુધી જગતના ક્ચરા સરખા તથા સર્વના મેલ જેવા છીએ.


કેમ કે મને તો એમ લાગે છે કે હવે ઈશ્વરે સહુથી છેલ્લા અમને પ્રેરિતોને મરણદંડ પામનારાના જેવા આગળ ધર્યા છે, કેમ કે અમે જગતની, દૂતોની તથા માણસોની નજરે તમાશા જેવા થયા છીએ.


કંઈકઅંશે નિંદાઓથી તથા સંકટથી તમાશારૂપ થઈને, અને કંઈક અંશે એવું [દુ:ખ] સહન કરનારઓની સાથે ભાગીદાર થઈને, તમે દુ:ખોનો મોટો હુમલો સહન કર્યો.


તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયાં છે.


Lean sinn:

Sanasan


Sanasan