Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 3:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઘોડેસવારોની દોડાદોડ, તરવારના ઝબકારા તથા ભાલાના ચમકારા, કતલ થયેલાઓનો મોટો ઢગલો તથા લાશોનો મોટો ગંજ! મુડદાંનો તો પાર જ નથી. તેઓ તેમનાં મુડદાં પર ઠેસ ખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ઘોડેસવારો ધસી જાય છે. તલવારો ઝગારા મારે છે, ભાલાઓ ચમકે છે. અસંખ્ય માનવી માર્યા જાય છે, મુડદાંના ઢગ ખડક્ય છે. માણસો તેમાં ઠોકર ખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઘોડેસવારોની દોડાદોડ, ચમકતી તલવારો, તેજસ્વી ભાલાઓ, લાશોના તથા કતલ થયેલાઓના ઢગલા અને મૃતદેહોનો તો કોઈ અંત જ નથી; તેઓ પર હુમલો કરનારાઓ મૃતદેહો પર થઈને જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ધસતા ઘોડેસવારો, ચમકતી તરવારો, ઝળહળતા ભાલાઓ, અસંખ્ય માણસો હણાય છે, મૃતદેહોના ઢગલા સર્વત્ર છે, માણસો મૃતદેહો પર થઇને જાય છે! મૃતદેહોનો કોઇ પાર નથી!

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 3:3
10 Iomraidhean Croise  

અને તે માણસને હાંકી કાઢીને જીવનનાં વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વે બાજુએ મૂકી.


તે રાત્રે એમ થયું કે, યહોવામા દૂતે આવીને આશૂરીઓની છાવણીમાંના એક લાખ પંચાશી હજાર માણસોને મારી નાખ્યા. લોકો મોટી સવારે ઊઠ્યા ત્યારે, જુઓ, તે બધા મરણ પામ્યા હતા, ને તેમની લાશો ત્યાં પડી રહી હતી.


તેમનાં મારી નંખાયેલાં નાખી દેવામાં આવશે, ને તેમનાં મુડદાંઓ દુર્ગંધ મારશે, ને પર્વતો તેમના લોહીથી ઓગળી જશે.


યહોવાના દૂતે આવીને આશૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર માણસોને મારી નાખ્યા; પરોઢિયે લોકો ઊઠયા, ત્યારે તે સર્વ મરણ પામ્યા હતા, ને તેઓની લાશો ત્યાં પડી હતી.


કેમ કે યહોવા સર્વ માણસજાત સાથે અગ્નિથી તથા પોતાની તરવારથી વાદ કરનાર છે; અને યહોવાથી વીંધાયેલા ઘણા થશે.


તું તથા તારા સર્વ લશ્કરો તથા તારી સાથેની પ્રજાઓ ઇઝરાયલના પર્વતો પર માર્યા જશો. હું તને સર્વ પ્રકારના ફાડી ખાનાર પક્ષીઓને તથા જંગલી શ્વાપદોને ભક્ષ તરીકે આપીશ.


અને કોઈ પાછળ લાગેલો ન હોવા છતાં જાણે તરવાર પાછળ આવતી હોય તેમ તેઓ એકબીજા પર પડાપડી કરશે; અને તમારા શત્રુઓની સામે તમારાથી ઊભા રહેવાશે નહિ.


રથો શેરીઓમાં ઘૂમાઘૂમ કરે છે, ચોકોમાં તેઓ એકબીજાની સાથે અથડાય છે; તેમનો દેખાવ મશાલોના જેવો છે, તેઓ વીજળીઓની જેમ દોડે છે.


તમારાં છૂટતાં બાણોના પ્રકાશથી, તમારા ચળકતા ભાલાના ઝળકાટથી, સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.


Lean sinn:

Sanasan


Sanasan