Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 2:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ નિનવે તો અસલથી જ પાણીના સરોવર જેવું છે; તો પણ તેઓ નાસી જાય છે; [તેઓ કહે છે,] “ઊભા રહો, ઊભા રહો;” કોઈ પાછું ફરીને જોતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 બંધની પાળ તૂટતાં પાણી બહાર ધસી જાય તેમ લોકો નિનવે નગરમાંથી બહાર નાસી રહ્યા છે. “થોભો! થોભો!” પોકારો થાય છે. પણ કોઈ પાછું ફરતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 નિનવે પાણીના સરોવર જેવું છે, જેમ પાણી વહી જાય છે તેમ તેનાથી લોકો દૂર નાસી જાય છે. તેઓ પોકારે છે, “ઊભા રહો, ઊભા રહો,” પણ કોઈ પાછું ફરતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 નિનવેહના લોકો પાળ તૂટેલા તળાવમાંથી પાણી વહી જાય તેમ ભાગે છે. “થોભો, થોભો” ના પોકાર સંભળાય છે, પણ કોઇ પાછું ફરતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 2:8
15 Iomraidhean Croise  

એ દેશમાંથી તે આશૂરમાં ગયો, ને નિનવે તથા રેહોબોથ-ઈર તથા કાલા,


નસાડેલા હરણની જે, ને જેમને કોઈ ભેગા કરનાર નથી એવાં ઘેટાંની જેમ, તેઓ પોતપોતાના લોકોની તરફ વળશે, ને પોતપોતાના દેશમાં નાસી જશે.


અબાબીલ કે બગલાની જેમ હું ચૂંચું કરતો; હોલાની જેમ હું વિલાપ કરતો; મારી આંખ ઉચ્ચસ્થાન તરફ જોવાથી નબળી થઈ છે; હે યહોવા, હું દબાઈ ગયો છું, તમે મારા જામીન થાઓ.


અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તારા પર જે આવનાર છે તેથી નક્ષત્રો ઠરાવનાર, જ્યોતિષીઓ, અમાવાસ્યાસૂચકો ઊભા થઈને તારો બચાવ ભલે કરે.


બાબિલમાંથી નીકળો, ખલદીઓની પાસેથી નાસી જાઓ. હર્ષનાદથી આ જાહેર કરીને સંભળાવો; પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો; કહો કે, યહોવાએ પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.


રીંછની જેમ ઘૂરકીએ છીએ, ને હોલાની જેમ કણીએ છીએ; ઇનસાફની આશા રાખીએ છીએ, પણ કંઈ મળતો નથી; તારણની આશા રાખીએ છીએ, પણ તે અમારાથી દૂર રહે છે.


મેં તેઓને ગભરાયેલા તથા પાછા હઠેલા જોયા એ કેમ? તેઓના શૂરવીરો હારી ગયા છે, તેઓ ઝડપથી નાઠા છે ને પાછું ફરી જોતા નથી; ચારે તરફ ભય છે, એવું યહોવા કહે છે.


તેના બળવાન ઘોડાઓના પગના ધબકારા, તેના રથોનો ઘસારો તથા તેમનાં પૈડાંઓનો ગડગડાટ સાંભળીને પિતાઓના હાંજા ગગડી જવાથી તેઓ પોતાનાં છોકરાંઓ તરફ પાછા ફરીને જોતા નથી;


બાબિલમાંથી વાવનારને તથા કાપણીની વેળા દાતરડું ચલાવનારને નષ્ટ કરો; જુલમી તરવારને લીધે તેઓ પોતપોતાના લોકોની પાસે દોડી આવશે, ને પોતપોતાના વતનમાં નાસી જશે.


તું ઘણાં પાણીની પાસે વસેલું છે, તારા ધનના ભંડારો ભરપૂર છે, તારો અંત આવ્યો છે, તારી લૂંટનું માપ કરવામાં આવ્યું છે.


બાબિલના શૂરવીરો લડવાનું બંધ કરે છે, તેઓ પોતાના કિલ્લાઓમાં ભરાઈ રહ્યા છે. તેઓનું સામર્થ્ય ખૂટી ગયું છે; તેઓ સ્ત્રીઓના જેવા થઈ ગયા છે; તેનાં ઘરબાર બળી ગયાં છે. તેની ભૂંગળો ભાંગી ગઈ છે.


નિનવે વિષે ઈશ્વરવાણી. એલ્કોશના નાહૂમના સંદર્શનનું પુસ્તક.


તારા અમલદારો તીડો જેવા, ને તારા સેનાપતિઓ ખપેડીનાં ટોળાં જેવા છે કે, જેઓ દિવસને ઠંડે પહોરે વાડોમાં ભરાઈ રહે છે, પણ સૂર્ય ઊગે ત્યારે તેઓ જતા રહે છે, ને તેઓનું ઠેકાણું ક્યાં છે તે કોઈ જાણતું નથી.


જે સાત દૂતની પાસે તે સાત પ્યાલાં હતાં., તેઓમાંનો એક આવ્યો, તેણે મારી સાથે વાત કરી, ને કહ્યું, “અહીં આવ, જે મોટી વેશ્યા ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવીશ.


તે મને કહે છે, “જે પાણી તેં જોયાં છે, જ્યાં તે વેશ્યા બેઠેલી છે, તેઓ પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan