Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 2:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 રથો શેરીઓમાં ઘૂમાઘૂમ કરે છે, ચોકોમાં તેઓ એકબીજાની સાથે અથડાય છે; તેમનો દેખાવ મશાલોના જેવો છે, તેઓ વીજળીઓની જેમ દોડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેમના રથો ઝંઝાવાતી ગતિથી શેરીઓમાં થઈને પસાર થાય છે. તેઓ શહેરનાં ચોકચૌટાઓમાં આમતેમ ઝડપથી ફરી રહ્યા છે. તેઓ મશાલોની પેઠે ઝળહળી રહ્યા છે અને વીજળીવેગે ધસી રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 શેરીઓમાં રથો ગાંડાતૂર બનીને ઘૂમી રહ્યાં છે; તેઓ ચોકમાં એકબીજાની સામે અથડાય છે. તેમનો દેખાવ મશાલના જેવો છે અને તેઓ વીજળીની પેઠે દોડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 રથો ગલીઓમાં ગાંડાતૂર બનીને ઘૂમી રહ્યાં છે. તેઓ ચોકમાં ઉપર નીચે ઉતાવળે ઘસી રહ્યાં છે સળગતી મશાલની જેમ દોડે છે અને વીજળીની જેમ જ્યાં ત્યાં ત્રાટકવાના હોય તેવા દેખાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 2:4
10 Iomraidhean Croise  

તેને પોતાના કુટુંબ વિષે હિમનું ભય નથી; કેમ કે તેના આખા કુટુંબે [ઊનનાં] કિરમજી વસ્‍ત્ર પહેરેલાં છે.


તારા સંદેશીયા દ્વારા તેં પ્રભુની નિંદા કરી છે, તેં કહ્યું છે કે, મારા રથોના જૂથ સાથે હું પર્વતોના શિખર પર, લબાનોનના સૌથી અંદરના ભાગોમાં હું ચઢી આવ્યો છું; તેનાં ઊંચા એરેજવૃક્ષોને તથા ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાખીશ; હું તેના સૌથી છોવાડા ભાગમાં, તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ.


કેમ કે જુઓ, યહોવા અગ્નિદ્વારા આવશે, ને એમના રથો વંટોળિયા જેવા થશે! તે કોપથી પોતાના રોષને, તથા અગ્નિના ભડકાથી પોતાની ધમકીને પ્રગટ કરવા માટે આવશે.


જો, તે વાદળાંની જેમ ચઢશે, ને તેના રથો વંટોળિયા જેવા થશે; તેના ઘોડા ગરુડ કરતાં વેગવાન છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાયા છીએ.


હે ઘોડાઓ, તમે દોડી આવો; અને, હે રથો, તમે ધૂમ મચાવો; અને શૂરવીરો આગળ આવે; ઢાલ ધરનારા હબશીઓ અને કુટીઓ તથા ધનુર્ધારરી લૂદીઓ બહાર આવે.


તેઓ તારી વિરુદ્ધ શસ્ત્રો, રથો તથા ગાડાંઓ લઈને તથા જુદી જુદી પ્રજાઓનાં લશ્કરો લઈને આવશે; તેઓ તારી આસપાસ ઢાલડીઓ ને ઢાલો ધારણ કરીને તથા ટોપ પહેરીને ઘેરાવ કરશે. હું ન્યાય કરવાનું કામ તેમને સોંપીશ, ને તેઓ પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તારો ઈનસાફ કરશે.


તેના ઘોડાઓ પુષ્કળ હોવાથી તેમની ધૂળ તને ઢાંકી નાખશે, કોઈ નગરના કોટમાં બાકોરું પડે છે ત્યારે જેમ લોકો તેમાં પેસી જાય છે, તેમ જ્યારે તે તારા દરવાજાઓમાં પ્રવેશ કરશે ત્યારે ઘોડેસવારોના, પૈડાંના તથા રથોના ઘમઘમાટથી તારા કોટ થથરશે.


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું તૂર ઉપર ઉત્તરમાંથી બાબિલપતિ રાજાધિરાજ નબૂખાદનેસ્સારને ઘોડાઓ, રથો, ઘોડેસવારો તથા ઘણા લોકના જથા સહિત ચઢાવી લાવીશ.


આખરને સમયે, દક્ષિણનો રાજા તેની સામે થશે; અને ઉત્તરનો રાજા રથો તથા સવારો તથા વહાણોનો કાફલો લઈને તેના પર વંટોળિયાની માફક [ઘસી] આવશે. તે તેના દેશોમાં પ્રવેશ કરશે, ને [રેલની જેમ સર્વત્ર] ફરી વળીને સામી બાજુએ નીકળી જશે.


Lean sinn:

Sanasan


Sanasan