Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 2:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેના યોદ્ધાઓની ઢાલ રાતી કરવામાં આવી છે, શૂરવીરોએ કિરમજી [પોશાક] પહેર્યો છે. તેની તૈયારીને દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, ને ભાલાઓ ભયંકર રીતે હલાવવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 દુશ્મનના સૈનિકોએ કિરમજી ગણવેશ ધારણ કર્યો છે, અને તેમની પાસે લાલ ઢાલો છે. તેઓ આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે! તેમના રથ અગ્નિની જેમ ઝગારા મારે છે. તેમના ઘોડા આગળ વધવા અધીરા બન્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે, શક્તિશાળી માણસોએ કિરમજી રંગનો પોષાક પહેર્યો છે; તૈયારીના દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, સાયપ્રસના ભાલાઓ ભયંકર રીતે હલાવાઈ રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે. અતિ શકિતશાળી માણસો લાલ રંગના પોષાકમાં છે. ચમકારા મારતા તેના રથો યુદ્ધ માટે તૈયાર થઇ રહ્યા છે. તેમના વૃક્ષો હલાવાઇ રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 2:3
13 Iomraidhean Croise  

ભાથો, ઝળકતો ભાલો તથા બરછી તેના પર ખણખણે છે.


ડુક્કર જંગલમાંથી [આવીને] તેને બગાડે છે, અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.


હા, દેવદારો તથા લબાનોનનાં એરેજવૃક્ષો તારે લીધે આનંદ કરે છે. [તેઓ કહે છે,] ‘તું પડયો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી.’


તેઓ તારી વિરુદ્ધ શસ્ત્રો, રથો તથા ગાડાંઓ લઈને તથા જુદી જુદી પ્રજાઓનાં લશ્કરો લઈને આવશે; તેઓ તારી આસપાસ ઢાલડીઓ ને ઢાલો ધારણ કરીને તથા ટોપ પહેરીને ઘેરાવ કરશે. હું ન્યાય કરવાનું કામ તેમને સોંપીશ, ને તેઓ પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તારો ઈનસાફ કરશે.


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું તૂર ઉપર ઉત્તરમાંથી બાબિલપતિ રાજાધિરાજ નબૂખાદનેસ્સારને ઘોડાઓ, રથો, ઘોડેસવારો તથા ઘણા લોકના જથા સહિત ચઢાવી લાવીશ.


ચાબૂકની સટાક તથા ગડગડતાં પૈડાંનો ખડખડાટ, કૂદતા ઘોડા તથા ઊછળતા રથો,


મને રાત્રે સંદર્શન થયું, ને જુઓ, રાતા ઘોડા પર સવાર થયેલો એક પુરુષ ખીણમાંની મેંદીઓમાં ઊભો હતો. તેની પાછળ રાતા, કાબરા તથા ધોળા ઘોડા હતા.


હે દેવદાર વૃક્ષ, બૂમ પાડ, કેમ કે એરેજવૃક્ષ પડી ગયું છે, કારણ કે ભવ્ય [વૃક્ષો] ખેદાનમેદાન થઈ ગયાં છે! હે બાશાનનાં ઓકવૃક્ષો, બૂમ પાડો, કેમ કે સુરક્ષિત ઘાડું વન જમીનદોસ્ત થઈ ગયું છે!


પહેલે રથે રાતા ઘોડા, અને બીજે રથે કાળા ઘોડા,


વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું:જુઓ, મોટો લાલ અજગર હતો, તેને સાત માથાં ને દશ શિંગડાં હતાં. અને તેનાં માથાં પર સાત મુગટ હતા.


ત્યારે બીજો લાલ ઘોડો નીકળ્યો, અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની [સત્તા] આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તરવાર આપવામાં આવી.


Lean sinn:

Sanasan


Sanasan