Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 2:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 નિનવે ખાલી, ઠાલી ને ઉજ્જડ છે. હૈયું ફાટી જાય છે, ને ઘૂંટણો એકબીજાની સાથે અફળાય છે, ને સર્વની કમરોમાં વેદના થાય છે, ને તે સર્વનઅ ચહેરા ફીકા પડી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 નિનવેનો નાશ થયો છે. તે નિર્જન અને ઉજ્જડ બની ગયું છે. હૃદયો બીકથી પીગળી ગયાં છે, ધૂંટણો થરથર ધ્રૂજે છે, શક્તિ ઓસરી ગઈ છે, ચહેરાઓ ફિક્કા પડી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 નિનવે નગર ઉજ્જડ અને ખાલી થઈ ગયું છે. હૃદય પીગળી જાય છે, ઘૂંટણો એકબીજા સાથે અથડાય છે, દરેક જણનાં શરીરને પીડા થાય છે; દરેકના ચહેરા નિસ્તેજ થઈ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 નિનવેહ નગર ઉજ્જડ અને ખાલી થઇ ગયું છે. હૃદયના ધબકારા ધીમા પડી જાય છે, પગ ધ્રુજે છે, દરેક જણના શરીર યાતના ભોગવે છે અને દરેકના મોં ધોળાં પૂણી જેવા થઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 2:10
24 Iomraidhean Croise  

અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી; અને જળનિધિ પર અંધારું હતું; અને ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો થયો.


મારું બળ પાણી થઈ ગયું છે; અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે; મારું હ્રદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.


“હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં કરી નાખીશ; અને નાશના ઝાડુથી તેને ઝાડી કાઢીશ”; સૈન્યોના [ઈશ્વર] યહોવાનું વચન એવું છે.


તેથી મારી કમર દુ:ખથી ભરપૂર છે. પ્રસૂતાની વેદના જેવી વેદના મારા પર આવી પડી છે; હું એવો વળી ગયો છું કે મારાથી સંભળાતું નથી; અને એવો ભયભીત થયો છું કે મારાથી જોવાતું નથી.


જુઓ, યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજજડ કરે છે, ને તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરણખેરણ કરી નાખે છે.


હવે તમે પૂછી જુઓ કે શું પુરુષને પ્રસવવેદના થાય? પ્રસુતાની જેમ દરેક પુરુષને પોતાના હાથથી કમર દાબતાં મેં જોયો છે, એનું કારણ શું હશે? વળી સર્વનાં મુખ ફિક્કાં કેમ પડી ગયાં છે?


દમસ્કસ વિષેની વાત. હમાથ તથા આર્પાદ લજ્જિત થયાં છે: કેમ કે તેઓએ માઠા સમાચાર સાંભળ્યા છે, તેઓ વિખેરાઈ ગયા છે; સમુદ્ર પર ખેદ છે. તે શાંત રહી શકતો નથી.


વળી તું એમ કહેજે, ‘હે યહોવા, આ જગાનો નાશ કરવા તમે તેની વિરુદ્ધ બોલ્યા છો, જેથી કોઈ પણ માણસ અથવા પશુ તેમાં રહે નહિ, પણ તે સદાકાળ ઉજ્જડ રહે.’


મારા લોકોની દીકરીના ઘાને લીધે હું ઘાયલ થયો છું; હું શોક કરું છું; હું ભયભીત થયો છું.


જ્યારે તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે તારે કહેવું કે, જે [આફત] આવે છે તેના સમાચારને લીધે [એ વખતે] દરેક હ્રદય પાણી પાણી થઈ જશે, ને સર્વ હાથ કમજોર થઈ જશે, ને દરેકના હોશ ઊડી જશે, ને સર્વ ઘૂંટણો પાણી જેવાં ઢીલાં થઈ જશે. પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, તે આવે છે, ને તે પ્રમાણે કરવામાં આવશે જ.”


પ્રભુ યહોવા કહે છે કે, તે શેઓલમાં ઊતરી ગયો તે દિવસે મેં શોક પળાવ્યો. મેં તેને લીધે ઊંડાણ ઢાંક્યું, ને મેં તેની નદીઓને રોકી, ને મહાજળ થંભ્યાં, તેને લીધે મેં લબાનોન પાસે શોક પળાવ્યો, ને તેને લીધે વનનાં સર્વ વૃક્ષો મૂર્છિત થઈ ગયાં.


ત્યારે રાજાનો ચહેરો ઊતરી ગયો; તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા, ને તેના ઘૂંટણો એક બીજા સાથે અફળાવા લાગ્યા.


તેમને જોઈને લોકો ત્રાસ પામ્યા છે. સર્વ ચહેરા ફિક્કા પડી ગયા છે.


કેમ કે યહોવા યાકૂબની જાહોજલાલી ઇઝરાયલની જાહોજલાલી જેવી પુન:સ્થાપિત કરે છે; કેમ કે લૂંટનારઓએ તેમને લૂંટી લીધા છે, ને તેમની દ્રાક્ષાની ડાળીઓનો નાશ કર્યો છે.


ત્યારે જેઓ તને જોશે, તેઓ સર્વ તારી પાસેથી નાસી જશે, ને કહેશે, નિનવેને ઉજ્‍જડ કરી મૂકવામાં આવ્યું છે. તેને માટે કોણ વિલાપ કરશે? તારે માટે દિલાસો દેનારાઓને હું ક્યાંથી શોધી લાવું? ”


[પ્રભુ કહે છે,] “મેં પ્રજાઓને નાબૂદ કરી છે, તેમના બુરજો ઉજ્જડ થયેલા છે. મેં તેમની શેરીઓ એવી વેરાન કરી નાખી છે કે ત્યાં થઈને કોઈ જતું નથી. તેમનાં નગરોનો એવો નાશ થયો છે કે ત્યાં કોઈ પણ માણસ [જોવામાં આવતું] નથી, તેમાં કોઈ રહેતું નથી.


અને એ સાંભળતાં જ અમારાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તમારે લીધે કોઈમાં કંઈ હિમ્મત રહી નહિ; કેમ કે યહોવા તમારા ઈશ્વર તે જ ઉપર આકાશમાં ને નીચે પૃથ્વી પર ઈશ્વર છે.


અને આયના માણસોને તેઓમાંના આશરે છત્રીસ માણસ માર્યા; અને તેઓએ દરવાજા આગળથી તે છેક શબારીમ સુધી તેમની પાછળ પડીને ઊતરવાની જગા આગળ તેમને માર્યા. અને લોકોનાં હ્રદય પીગળીને પાણી જેવાં થઈ ગયાં.


Lean sinn:

Sanasan


Sanasan