Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 1:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પ્રભુના રોષ આગળ કોણ ઊભું રહી શકે? અને તેમના કોપના આવેશ સમયે કોણ ટકી શકે? તેમનો ઉગ્ર ક્રોધ અગ્નિની જેમ રેડાય છે, ને તેનાથી ખડકો તૂટીને તેમના કકડા થઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તે રોષે ભરાય ત્યારે કોણ બચી શકે? તે પોતાનો જ્વાળામય રોષ ઠાલવે છે, તેમની સમક્ષ ખડકોના ચૂરેચૂરા બોલી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેમના ક્રોધ આગળ કોણ ઊભો રહી શકે? તેમના ઉગ્ર ક્રોધનો સામનો કોણ કરી શકે? તેમનો ક્રોધ અગ્નિની જેમ વ્યાપે છે, અને તેમના કોપથી ખડકો તૂટી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહોવાના રોષ આગળ કોણ ટકી શકે? તેના ક્રોધનો તાપ કોણ સહી શકે? તેનો ક્રોધ અગ્નિની જેમ વરસે છે અને તે ખડકોના ચૂરેચૂરા કરી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 1:6
31 Iomraidhean Croise  

યહોવાએ કહ્યું, “બહાર આવીને પર્વત પર યહોવાની સમક્ષ ઊભો રહે.” અને જૂઓ, યહોવા ત્યાં જઈને જતા હતા, ને ભારે તથા જોરાવર વાયું પર્વતોને ફાડતો, તથા યહોવાની સમક્ષ ખડકોના ટૂકડેટૂકડા કરતો હતો, પણ એ વાયુમાં યહોવા નહોતા. અને વાયું પછી ધરતીકંપ [થયો;] પણ એ ધરતીકંપમાં યહોવા નહોતા.


તેમની ધમકીથી આકાશના સ્તંભો કાંપે છે, અને વિસ્મિત થાય છે.


તારા કોપનો ઊભરો [ગર્વિષ્ઠો પર] ઢોળી દે, અને તેના પર દષ્ટિ કરીને તેને નમાવી દે.


તે પર્વતોને ખસેડે છે, અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે, ત્યારે તેઓને તેની ખબર પડતી નથી.


હે યાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, [તમારી આગળ] કોણ ઊભો રહી શકે?


પુત્રને ચુંબન કરો, રખેને તેમને‍‍ રોષ ચઢે, અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠશે. જેઓ તેમના પર ભરોસો રાખે છે, તે બધાને ધન્ય છે!


તમે, એકલા તમે જ ભયાવહ છો; તમને રોષ ચઢે ત્યારે તમારી દષ્ટિ આગળ કોણ ટકી શકે?


તમે આકાશમાંથી તમારો નિર્ણય સંભળાવી દીધો છે;


તમારા કોપના બળને, તથા તમારો રોષ [ધ્યાનમાં લઈને] તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?


તે માટે સૈન્યોના પ્રભુ યહોવા તેના બળવાનોમાં નિર્બળતા લાવશે; અને તેના વૈભવમાં અગ્નિની જવાળા જેવી જ્વાળા પ્રગટાવશે.


તે માટે હું આકાશોને હલાવીશ, ને પૃથ્વી ડગમગીને સ્થાનભ્રષ્ટ થશે, સૈન્યોના ઈશ્વર યહોવાના કોપથી ને તેમના બળતા રોષને દિવસે [એમ થશે].


મારામાં ક્રોધ નથી; યુદ્ધમાં ઝાંખરાં તથા કાંટા મારી સામે હોત તો કેવું સારું! તો તેમની સામે કૂચ કરીને હું તેઓને એકત્ર બાળી નાખત.


સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે; અધર્મિઓને ધ્રૂજારી ચઢી છે. “આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?


કેમ કે જુઓ, યહોવા અગ્નિદ્વારા આવશે, ને એમના રથો વંટોળિયા જેવા થશે! તે કોપથી પોતાના રોષને, તથા અગ્નિના ભડકાથી પોતાની ધમકીને પ્રગટ કરવા માટે આવશે.


પણ યહોવા સત્ય ઈશ્વર છે; તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી કંપે છે, ને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી.


હે દાઉદના વંશજો, યહોવા કહે છે કે, સવારે ન્યાય કરો, ને જે લૂંટાયો છે તેને જુલમગારના હથમાંથી છોડાવો, રખેને તમારાં કર્મોની દુષ્ટતાને લીધે મારો કોપ અગ્નિની જેમ સળગી ઊઠે, ને તેને હોલવનાર કોઈ મળે નહિ.


તેમણે ભારે કોપથી ઇઝરાયલનું દરેક શિંગ કાપી નાખ્‍યું છે. યહોવાએ શત્રુની આગળ પોતાનો જમણો હાથ પાછો ખેંચી લીધો છે. અને જે ભડભડ બળતો અગ્નિ ચારે તરફનું ખાઈ નાખે છે, તેની જેમ યહોવાએ યાકૂબને બાળી નાખ્યું છે.


શત્રુની જેમ યહોવાએ પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે, ને જાણે સામાવાળા હોય તેમ તે પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે, ને જે બધાં દેખાવમાં સુંદર હતાં, તેમનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં યહોવાએ પોતાનો કોપ અગ્નિની જેમ રેડ્યો છે.


યહોવાએ પોતાનો કોપ પૂરો કર્યો છે, તેમણે પોતાનો ભારે કોપ વરસાવ્યો છે. તેમણે સિયોનમાં તેના પાયાઓને ખાઈ જાય એવો અગ્નિ સળગાવ્યો છે.


હું તારા પર મારો કોપ રેડીશ. મારો ક્રોધરૂપી અગ્નિ હું તારા પર ફૂંકીશ, અને પશુવત્ તથા નાશ કરવામાં બાહોશ એવા માણસોના હાથમાં હું તને સોંપી દઈશ.


હું મિસરમાં આગ સળગાવીશ, સીન પર ભારે આપત્તિ આવી પડશે, નો ભાંગીતૂટી જશે. અને દુશ્મનો નોફને રાતદિવસ હેરાન કરશે.


વળી હું માગોગ પર તથા જેઓ દરિયાકિનારે નીડર થઈને રહે છે તેઓ પર અગ્નિ મોકલીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું:


હવે થોડી વારમાં હું મારો ક્રોધ તારા પર રેડી દઈશ, ને તારા ઉપરનો મારો રોષ પૂરો કરીશ, ને તારાં આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ. અને તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોનો બદલો હું તને આપીશ.


યહોવા આવેશી ઈશ્વર છે ને તે બદલો લેનાર છે. યહોવા બદલો લે છે, તે કોપાયમાન થયા છે. યહોવા પોતાના વૈરીઓને બદલો આપે છે, ને તે પોતાના શત્રુઓને માટે [કોપ] સંઘરી રાખે છે.


તે પહેલાં તમે એકત્ર થાઓ, હા, એકત્ર થાઓ.


પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકે? અને તે પ્રત્યક્ષ હાજર થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુ ગાળનારના અગ્નિરૂપ તથા ધોબીના સાબુરૂપ છે;


કેમ કે, જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે. અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ.


ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી, તેણે સાત દૂતને કહ્યું, “તમે જાઓ, અને ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.”


પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂર્ય પર રેડી દીધું. એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવા [ની શક્તિ] આપવામાં આવી.


કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; અને કોનાથી ઊભું રહેવાય?”


Lean sinn:

Sanasan


Sanasan