Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 1:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 યહોવા આવેશી ઈશ્વર છે ને તે બદલો લેનાર છે. યહોવા બદલો લે છે, તે કોપાયમાન થયા છે. યહોવા પોતાના વૈરીઓને બદલો આપે છે, ને તે પોતાના શત્રુઓને માટે [કોપ] સંઘરી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુ પ્રતિસ્પર્ધીઓને સાંખી લેતા નથી. તે તેમના વિરોધીઓને સજા કરે છે અને તેમના રોષમાં તે તેમને બદલો વાળી આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યહોવાહ આવેશી ઈશ્વર છે અને બદલો લેનાર છે; યહોવાહ બદલો લે છે અને તે કોપાયમાન થયા છે; યહોવાહ પોતાના દુશ્મનો પર વૈર વાળે છે, અને પોતાના દુશ્મનો માટે ગુસ્સો સંઘરી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યહોવા ઇર્ષાળું દેવ છે. તેઓ ક્રોધે ભરાઇને બદલો લેનાર દેવ છે. તે પોતાના શત્રુઓ પર વૈર વાળે છે. તે પોતાના શત્રુઓ પર કોપાયમાન રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 1:2
42 Iomraidhean Croise  

તે પોતાનું પેટ ભરવાની તૈયારીમાં હશે એટલામાં તો [ઈશ્વર] નો કોપ તેના પર ઊતરશે, તે ખાતો હશે, એટલામાં તેના પર તે વરસાવવામાં આવશે.


હે બદલો વાળનાર ઈશ્વર, યહોવા, હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રકાશવાન બતાવો.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહિ; કેમ કે હું યહોવા છું, ને મારું નામ કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું,


હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર; પિતાના અન્યાયને લીધે છોકરાં પર અને છોકરાનાં છોકરાં પર, ત્રીજીચોથી પેઢી સુધી બદલો વાળનાર.”


યહોવા વીરની જેમ બહાર આવશે; યોદ્ધાની જેમ તે આવેશને પ્રદીપ્ત કરશે; તે મોટેથી પોકારશે, વળી તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે.


હે યરુશાલેમ, જાગૃત થા, જાગૃત થા, ઊભી થા. તેં યહોવાના હાથથી એના કોપનો પ્યાલો પીધો છે; તેં લથડિયાં ખવડાવનારો કટોરો પીને ખાલી કર્યો છે.


તારા દીકરા બેહોશ થયા છે; તેઓ સર્વ, પાશમાં પડેલા હરણની જેમ, ગલીઓના ખૂણા પર પડેલા છે; તેઓ યહોવાના કોપથી, તારા ઈશ્વરની ધમકીથી ભરપૂર છે.


કેમ કે જુઓ, યહોવા અગ્નિદ્વારા આવશે, ને એમના રથો વંટોળિયા જેવા થશે! તે કોપથી પોતાના રોષને, તથા અગ્નિના ભડકાથી પોતાની ધમકીને પ્રગટ કરવા માટે આવશે.


કેમ કે યહોવા, ઇઝરાયલના ઈશ્વર મને કહે છે, “આ ક્રોધરૂપી દ્રાક્ષારસનો પ્યાલો મારા હાથમાંથી લે, ને જે પ્રજાઓની પાસે હુમ તને મોકલું છું તે સર્વને પા.


મારી અગાઉ તથા તારી અગાઉ પુરાતન કાળના જે પ્રબોધકો હતા તેઓએ ઘણા દેશોની વિરુદ્ધ તથા મોટાં રાજ્યોની વિરુદ્ધ લડાઈ, વિપત્તિ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.


શું તમે સદા [કોપ] કરશો? અંત સુધી તે ચાલુ રાખશો શું?’ તું એમ બોલે છે, પણ તે છતાં તેં ભૂંડું જ કર્યું છે, ને તારી મરજી મુજબ તું ચાલી છે.”


કદાચિત તેઓ યહોવાને વિનંતી કરે, ને પોતપોતાના દુષ્ટ માર્ગોથી ફરે, કેમ કે જે કોપ તથા રોષ યહોવાએ આ લોકોની વિરુદ્ધ ઉચ્ચાર્યો છે તે મહાન છે.


હે યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, યહોવાને માટે તમે પોતાની સુન્નત કરો, ને પોતાના હ્રદયથી સુન્નત કરો નહિ તો તમારી કરણીઓની ભૂંડાઈને લીધે, મારો કોપ અગ્નિની જેમ પ્રગટે, ને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.


તેની સામે ચારે તરફથી રણનાદ કરો; તે શરણે થઈ છે; તેના બુરજો પડયા છે, તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે; કેમ કે યહોવાએ લીધેલો બદલો તો એ છે. તેની પાસેથી બદલો લો; જેવું તેણે [બીજાઓને] કર્યું છે તેવું તેને કરો.


યહોવાએ પોતાનો કોપ પૂરો કર્યો છે, તેમણે પોતાનો ભારે કોપ વરસાવ્યો છે. તેમણે સિયોનમાં તેના પાયાઓને ખાઈ જાય એવો અગ્નિ સળગાવ્યો છે.


એ માટે ઇઝરાયલના દેશ વિષે ભવિષ્ય ભાખીને તેના પર્વતોને તથા ડુંગરોને, નાળાંને તથા ખીણોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, તમે વિદેશીઓના મહેણાં સહન કર્યા છે, તે માટે હું મારા આવેશમાં તથા ક્રોધમાં બોલ્યો છું.


વળી પ્રભુ યહોવા કહે છે કે, ગોગ ઇઝરાયલના દેશ પર ચઢી આવશે તે દિવસે મારા કોપનો ધુમાડો ઊંચે ચઢીને મારાં નસકોરાંમાં પેસશે.


કેમ કે મારાં આવેશમાં ને મારા ક્રોધાગ્નિમાં હું બોલ્યો છું કે, નક્કી તે દિવસે ઇઝરાયલના દેશમાં એટલો મોટો ધરતીકંપ થશે કે,


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હવે હું યાકૂબની ગુલામગીની હાલત ફેરવી નાખીશ, ને ઇઝરાયલની આખી પ્રજા પર કૃપા કરીશ; અને હું પોતાના પવિત્ર નામ વિષે આવેશી રહીશ.


એવી રીતે મારો કોપ પૂરો થશે, ને તેમના પરનો મારો ક્રોધ હું સમાપ્ત કરીશ, ત્યારે મને નિરાંત વળશે; અને મારો કોપ હું તેમના પર પૂરો કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા મારા આવેશમાં બોલ્યો છું.


દૂર રહેનારા મરકીથી માર્યા જશે, ને પાસે રહેનારા તરવારથી નાશ પામશે, અને બાકી રહેલા જેમને ઘેરી લેવામા આવ્યા છે તેઓ દુકાળથી માર્યા જશે આ પ્રમાણે હું મારો ક્રોધ તેમના પર પૂરો કરીશ.


માટે હું પણ કોપાયમાન થઈને શિક્ષા કરીશ, મારી આંખ દરગુજર કરશે નહિ, તેમ હું પણ દયા રાખીશ નહિ, અને તેઓ મોટે અવાજે મારા કાનમાં બૂમ પાડશે, તોપણ હું તેમનું સાંભળીશ નહિ.”


ત્યારે યહોવાને પોતાના દેશને માટે લાગણી થઈ, ને તેમને પોતાના લોકો પર દયા આવી.


તો હું કોપાયમાન થઈને તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું તમારાં પાપને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.


વળી જે પ્રજાઓને [મારું] સાંભળ્યું નહિ તેઓ ઉપર હું ક્રોધ તથા રોષથી વૈર વાળીશ.”


તમારા જેવો ઈશ્વર કોણ છે? કેમ કે તમે તો પાપ માફ કરો છો, ને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો. તે પોતાનો ક્રોધ હમેશાં રાખતા નથી, કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે.


માટે મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું, “તું એમ પોકાર કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘યરુશાલેમ તથા સિયોણે માટે મને અતિશય લાગણી થાય છે.


“સિયોનને માટે મને ઘણી જ લાગણી થાય છે, ને તેથી મને ઘણો ક્રોધ ઉત્પન્ન થાય છે.


“હારુન યાજકના દિકરા ફીનહાસે તેઓ મધ્યે મારા આવેશથી આવેશી થઈને ઇઝરાયલીઓ પરથી મારો કોપ પાછો વાળ્યો છે, તેથી મેં મારા આવેશમાં ઇઝરાયલનો નાશ ન કર્યો.


ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ [ઈશ્વરના] કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, “પ્રભુ કહે છે કે, વૈર વાળવું એ મારું [કામ] છે; હું બદલો લઈશ.


કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે. પણ જો તું ભૂંડું કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તરવાર રાખતો નથી, કેમ કે તે ઈશ્વરનો કારભારી છે, એટલે ભૂંડું કરનાર પર તે કોપરૂપી બદલો વાળનાર‌ છે.


કેમ કે યહોવા તમારા ઈશ્વર ભસ્મકારક અગ્નિરૂપ [તથા] આવેશી ઈશ્વર છે.


અને તેમના પર વેર રાખનારનો સામી છાતીએ બદલો લઈને તેનો નાશ કરે છે. તેમના પર વેર રાખનાર પ્રત્યે તે ઢીલ નહિ કરે, તે સામી છાતીએ બદલો વાળશે.


કેમ કે “બદલો લેવો એ મારું [કામ] છે, હું વાળી આપીશ, ” અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે’ એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ.


ત્યારે યહોશુઆએ લોકોને કહ્યું, “તમારાથી યહોવાની સેવા નહિ કરાય:કેમ કે તે તો પવિત્ર ઈશ્વર છે; તે આસ્થાધારી ઈશ્વર છે. તે તમારાં ઉલ્લંઘનની ને તમારાં પાપોની ક્ષમા નહિ કરે.


પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી


Lean sinn:

Sanasan


Sanasan