Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 7:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તેમણે તેઓને કહ્યું, “તમે તમારા સંપ્રદાય પાળવા માટે ઈશ્વરની આજ્ઞા ઠીક રદ કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 વળી, ઈસુએ કહ્યું, “તમારા પોતાના રિવાજોને પાળવાને માટે અને ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન કરવાને માટે તમારી પાસે ગજબની યુક્તિ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેણે તેઓને કહ્યું કે, ‘તમે પોતાના રિવાજોને પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી ઈસુએ તેઓને કહ્યું, “તમે ધારો છો કે તમે ચાલાક છો! તમે દેવની આજ્ઞા અવગણો છો જેથી તમે તમારા પોતાના ઉપદેશકને અનુસરી શકો.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 7:9
16 Iomraidhean Croise  

હવે યહોવાને કામ કરવાનો સમય આવ્યો છે; કેમ કે તેઓએ તમારો નિયમ તોડ્યો છે.


વળી પૃથ્વી તેના રહેવાસીઓ [નાં પાપ] ને લીધે ભ્રષ્ટ થઈ છે; કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડયો છે.


વળી પ્રભુએ કહ્યું, “આ લોકો તો મારી પાસે આવે છે, ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હ્રદય મારાથી દૂર રાખ્યું છે, ને તેઓમાં મારી જે બીક છે તે [માત્ર] પાઠે કરેલી માણસની આજ્ઞા છે;


રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. તે ગર્વ કરશે ને તે પોતાને દરેક દેવ કરતાં મોટો ગણશે, ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે; અને ક્રોધ પૂરો થતાં સુધી તે આબાદ થશે, કેમ કે જે નિર્માણ થયેલું છે તે પૂરું કરવામાં આવશે.


તે પરાત્પરની વિરુદ્ધ [મોટી મોટી] વાતો બોલશે, ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે. અને તે [ધાર્મિક ઉત્સવોના] દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે.


અને એમ કરીને તમારા શીખવેલા સંપ્રદાય વડે તમે ઈશ્વરનું વચન રદ કરો છો, અને એવાં ઘણાં કામો તમે કરો છો.”


કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના સંપ્રદાય પાળીને હાથ સારી પેઠે ધોયા વિના ખાતા નથી.


પછી ફરોશીઓ તથા શાસ્‍ત્રીઓએ તેમને પૂછ્યું, “તમારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતાં અણધોયેલે હાથે રોટલી કેમ ખાય છે?”


ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્‍ત્રને નિરર્થક ઠરાવીએ છીએ? ના, એવું ન થઓ! એથી ઊલટું, અમે તો નિયમશાસ્‍ત્રને સ્થાપિત કરીએ છીએ.


કેમ કે જે કોઈ આવીને જેને અમે પ્રગટ કર્યો નથી, એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે તમે પામ્યા નહોતા, એવો જો તમે બીજો આત્મા પામો; અથવા જે [સુવાર્તા] નો અંગીકાર તમે કર્યો નહોતો, એવી કોઈ બીજી સુવાર્તા તમે સ્વીકરો; તો તે સહન કરવામાં તમને શાબાશી ઘટે છે!


અને મારા પૂર્વજોના સંપ્રદાય માટે હું અતિશય ખંતીલો હોવાથી મારી ઉંમરના મારા ઘણા દેશી ભાઈઓ કરતાં યહૂદી ધર્મમાં વધારે પ્રવીણ થયો.


હું ઈશ્વરની કૃપા નિષ્ફળ કરતો નથી, કેમ કે જો નિયમથી ન્યાયીપણું હોય, તો ખ્રિસ્ત વિનાકારણ મર્યા.


જે ઈશ્વર ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેમની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે, અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વર તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે‌‌ છે.


Lean sinn:

Sanasan


Sanasan