Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 7:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને આકાશ તરફ જોઈને તેમણે નિસાસો મૂકીને કહ્યું, “એફફથા, ” એટલે “ઊઘડી જા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 પછી ઈસુએ આકાશ તરફ જોઈને ઊંડો નિસાસો નાખ્યો તથા એ માણસને કહ્યું, “એફફાથા,” અર્થાત્ “ઊઘડી જા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, ‘એફફથા,’ એટલે ‘ઊઘડી જા.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 ઈસુએ આકાશમાં ઊંચે જોયું અને નિસાસો નાખ્યો. ઈસુએ તે માણસને કહ્યું, “એફફથા!” (આનો અર્થ, “ઊઘડી જા.”)

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 7:34
21 Iomraidhean Croise  

હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસરનો રાજા મરી ગયો. અને ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા ને વિલાપ કરતા હતા, ને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો.


તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; દુ:ખી પુરુષ ને દરદનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ, એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહિ.


અને ઈસુને દયા આવી, ને હાથ લાંબો કરીને તે તેને અડક્યા, ને તેને કહ્યું, “મારી ઇચ્છા છે; તું શુદ્ધ થા.”


નવમા કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લમા શબકથની, ” એટલે “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?”


અને છોકરીનો હાથ પકડીને તેને કહે છે: “તાલિથા કૂમી; “ જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું, ઊઠ.”


અને તેમણે પાંચ રોટલી તથા બે માછલી લઈને આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો, ને રોટલીઓ ભાંગીને તેમણે તે પીરસવા માટે પોતાના શિષ્યોને આપી; અને બે માછલી સહુને વહેંચી આપી.


અને તરત તેના કાનો ઊઘડી ગયા, ને તેની જીભનું બંધન છૂટ્યું, ને તે સાફ બોલવા લાગ્યો.


અને પોતાના આત્મામાં ઊંડો નિસાસો મૂકીને તે કહે છે, “આ પેઢી નિશાની કેમ માગે છે? હું તમને ખરેખર કહું છું કે, આ પેઢીને કંઈ જ નિશાની અપાશે નહિ.”


ઈસુએ તેને કહ્યું, “તું દેખતો થા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.”


તે પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેમણે તેને માટે રડીને કહ્યું,


તે પાસે આવીને ઠાઠડીને અડક્યા; એટલે ખાંધિયા ઊભા રહ્યા. તેમણે કહ્યું, “જુવાન, હું તને કહું છું કે, ઊઠ.”


ત્યારે તેને રડતી જોઈને, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, ઈસુએ મનમાં નિસાસો મૂક્યો, અને પોતે વ્યાકુળ થયા.


તેથી ઈસુ ફરીથી નિસાસો મૂકીને કબર આગળ આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો.


ત્યારે તેઓએ પથ્થર ખસેડયો. અને ઈસુએ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું.


એમ બોલ્યા પછી તેમણે ઊંચે સ્વરે પોકાર્યું, “લાજરસ બહાર આવ.”


એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, સમય આવ્યો છે. તમે તમારા દીકરાને મહિમાવાન કરો કે, દીકરો તમને મહિમાવાન કરે.


પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊઠ, અને તારું બિછાનું ઊંચકી લે;” એટલે તે તરત ઊઠ્યો.


પણ પિતરે તે સર્વને બહાર કાઢીને ઘૂંટણે પડીને પ્રાર્થના કરી પછી શબ તરફ ફરીને તેણે કહ્યું, “તાબીથા, ઊઠ.” ત્યારે તેણે પોતાની આંખો ઉઘાડી અને પિતરને જોઈને તે બેઠી થઈ.


કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહિ એવા નહિ, પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખયાજક છે.


Lean sinn:

Sanasan


Sanasan