Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 7:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 કેમ કે અંદરથી એટલે માણસોના હ્રદયમાંથી, ભૂંડા વિચારો નીકળે છે, એટલે છિનાળાં, ચોરીઓ, હત્યાઓ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 કારણ, અંદરથી, એટલે માણસના દયમાંથી આવતા દુષ્ટ વિચારો તેને છિનાળાં, લૂંટ, ખૂન,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 આ બધી ખરાબ વસ્તુઓ વ્યક્તિના મનની અંદર શરૂ થાય છે. મનમાં ખોટા વિચારો, અનૈતિક પાપો, ચોરી, ખૂન,

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 7:21
37 Iomraidhean Croise  

અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હ્રદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે.


અને યહોવાને તેની સુગંધ આવી, અને યહોવાએ પોતાના મનમાં કહ્યું, “માણસને લીધે હું પૃથ્વીને ફરી શાપ નહિ દઈશ, કેમ કે માણસના મણીઇ કલ્પના તેના બાળપણથી ભૂંડી છે; પણ જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહિ કરીશ.


જો અશુદ્ધમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું! પણ એવું બનવું અશક્ય છે.


તો ઈશ્વરની હજૂરમાં મનુષ્ય કેમ કરીને ન્યાયી ઠરે? કે સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?


લોભ તરફ નહિ, પણ તમારાં સાક્ષ્યો તરફ મારું મન વાળો.


મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓ પતિત છે, તેઓએ અમંગળ કૃત્યો કર્યાં છે; સત્કાર્ય કરનાર કોઈ નથી.


તેઓ સર્વ માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે. સત્કાર્ય કરનાર કોઈ નથી, ના, એક પણ નથી.


મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક ભૂંડાઈ કરી છે. ભલું કરનાર કોઈ નથી.


તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; ભલું કરનાર કોઈ રહ્યો નથી, એક પણ નથી.


યહોવા અભિમાનીનું ઘર સમૂળગું ઉખેડી નાખશે; પણ વિધવાની હદ તે કાયમ રાખશે.


પૂર્ણ ખંતથી તારા હ્રદયની સંભાળ રાખ; કેમ કે તેમાંથી જ જીવનનો ઉદભવ છે.


એટલે યહોવાની વિરુદ્ધ અપરાધ કરવો, તેમનો નકાર કરવો, તથા પોતાના ઈશ્વર [ની આજ્ઞા] ને અનુસરવાથી પાછા હઠી જવું, જુલમની તથા બંડની વાત બોલવી, હ્રદયમાં જૂઠી વાતનો વિચાર કરીને તેમનો ઉચ્ચાર કરવો [એ અમારાં પાપ છે].


તેઓના પગ દુષ્ટ કૃત્યો તરફ દોડે છે, ને નિરપરાધી લોહી વહેવડાવવાને તેઓ ઉતાવળ કરે છે. તેમના વિચારો ભૂંડા છે; તેમના માર્ગોમાં પાયમાલી તથા વિનાશ છે.


અને તમે તો તમારા પૂર્વજો કરતાં વધારે પાપ કર્યું છે. કેમ કે તમે દરેક પોતપોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલો છો, ને મારી આજ્ઞા માનતા નથી.


હ્રદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે! તેને કોણ જાણી શકે?


હે યરુશાલેમ, દુષ્ટતા દૂર કરીને તારું હ્રદય શુદ્ધ કર, એટલે તારું તારણ થશે. તું વ્યર્થ કરલ્પનાઓ ક્યાં સુધી કરશે?


પ્રભુ યહોવા કહે છે કે, તે દિવસે તારા મનમાં કેટલીક વાતો ના વિચાર આવશે, ને તું દુષ્ટ યોજના તજીને


કેમ કે ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.


ત્યારે ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું, “તમે તમારા મનમાં શા માટે ભૂંડા વિચાર કરો છો?


વળી તેમણે કહ્યું, “માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે.


વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાનતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું;


તેમણે તેઓને કહ્યું, “તમે પોતાને માણસોની આગળ ન્યાયી દેખાડો છો; પણ ઈશ્વર તમારાં અંત:કરણ જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દષ્ટિમાં કંટાળારૂપ છે.


તે [જમીન] તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું [તેનું મૂલ્ય] તારે સ્વાધીન નહોતું? આવો વિચાર તેં પોતાના મનમાં કેમ આવવા દીધો? તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.”


માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને વિનંતી કર કે, કદાચ તારા અંત:કરણનો વિચાર તને માફ થાય.


કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્‍ત્ર દ્વારા પાપવાસનાઓ આપણા અવયવોમાં મરણને માટે ફળ ઉત્પન્‍ન કરવાને પ્રયત્ન કરતી હતી.


પણ પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞા વડે મારામાં સર્વ પ્રકારનો લોભ ઉત્પન્‍ન કર્યો; કેમ કે નિયમ વિના પાપ નિર્જીવ છે.


એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.


કેમ કે આપણે પણ પહેલાં અજ્ઞાન, અનાજ્ઞાંકિત, ભ્રમણામાં પડેલા, ભિન્‍ન ભિન્‍ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષબુદ્ધિ અને અદેખાઈ રાખનારા તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા.


તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતપણે ન્યાય કરતા નથી?


Lean sinn:

Sanasan


Sanasan