Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 6:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને છેવટે અનુકૂળ દિવસ આવ્યો, ત્યારે હેરોદે પોતાની વરસગાંઠને દિવસે પોતાના અમીરોને તથા સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને માટે મિજબાની કરાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 છેવટે હેરોદિયાસને લાગ મળી ગયો. હેરોદે પોતાના જન્મદિવસે બધા ઉચ્ચ અધિકારીઓ, લશ્કરી અફસરો અને ગાલીલના અગ્રગણ્ય નાગરિકો માટે ભોજનસમારંભ યોજ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 આખરે હેરોદિયાને અનુકૂળ દિવસ મળ્યો. હેરોદે પોતાના જન્મદિવસે પોતાના અમીરોને, સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને સારુ ભોજન સમારંભ યોજ્યો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પછી યોહાનના મૃત્યુના કારણ માટે હેરોદિયાને યોગ્ય સમય મળ્યો. તે હેરોદની વરસગાંઠને દિવસે બન્યું. હેરોદ સૌથી મહત્વના સરકારી અધિકારીઓ, તેના લશ્કરી સેનાપતિઓ અને ગાલીલના ઘણા અગત્યના લોકોને મિજબાની આપી.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 6:21
15 Iomraidhean Croise  

અને યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તે આશીર્વાદને કારણે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. અને એસાવે મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસ પાસે છે; ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાંખીશ.”


અને ત્રીજે દિવસે, એટલે ફારુનની વર્ષગાંઠને દિવસે, એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી; અને તેણે તેના સેવકોમાં મુખ્ય પાત્રવાહકને તથા મુખ્ય ભઠિયારાને ફેંસલા માટે છૂટ કર્યાં.


તે વખતે રાજાએ પોતાના સર્વ સરદારોને તથા પોતાના સેવકોને મોટી મિજબાની આપી. તે મિજબાની એસ્તેરના માનમાં હતી તેણે પ્રાંતોમાં તે દિવસ તહેવાર તરીકે પાળવાનો હુકમ કર્યો, અને રાજાને શોભે તેવી બક્ષિસો આપી.


અહાશ્વેરોશ રાજાના બારમાં વર્ષના પહેલા માસમાં, એટલે નીસાન માસમાં દિવસ અને મહિનો નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ [એટલે ‘પૂર’] નાખવામાં આવી, અને બારમા માસના, એટલે અદાર માસના તેરમા દિવસ પર ચિઠ્ઠી પડી.


અમારા રાજાના જન્મ દિવસે અમલદારો મદ્યની ગરમીથી માંદા પડ્યા છે. રાજાએ નિંદાખોરોની સાથે સહવાસ રાખ્યો.


હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વરસે, જ્યારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ હતો, તથા હેરોદ ગાલીલનો રાજા હતો, તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજા હતો, તથા લુસાનિયસ આબીલેનેનો રાજા‍ હતો,


માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબામાં આવીને સરદારો તથા શહેરના મુખ્ય માણસો સાથે દરબારમાં દાખલ થયા, ત્યારે ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને રજૂ કર્યો.


કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવાં કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે. તે વખતે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં તથા ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં મગ્ન હતા.


પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુ:ખ દીધું હતું.


Lean sinn:

Sanasan


Sanasan