Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 6:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી બીતો, ને તેની સંભાળ લેતો, ને તેનું સાંભળીને તે બહુ ગભરાતો, પણ ખુશીથી તે તેનું સાંભળતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 હેરોદ યોહાનનું માન રાખતો હતો; કારણ, તે જાણતો હતો કે યોહાન ધર્મનિષ્ઠ અને પવિત્ર માણસ છે; અને તેથી તેણે તેને સલામત રાખ્યો હતો. તેનું સાંભળવાનું હેરોદને ગમતું; જોકે દરેક વખતે તે તેનું સાંભળીને અસ્વસ્થ બની જતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી ડરતો, તેને સુરક્ષિત રાખતો હતો. તે તેને સાંભળતો અને તેનું સાંભળીને બહુ ગૂંચવણમાં પડતો હતો, તોપણ ખુશીથી તેનું સાંભળતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 હેરોદ યોહાનની હત્યા કરતાં ડરતો હતો. હેરોદે જાણ્યું કે બધા લોકો ધારતા હતા કે યોહાન એક સારો અને પવિત્ર માણસ છે. તેથી હેરોદે યોહાનનું રક્ષણ કર્યુ. હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવાનો આનંદ થયો. પણ યોહાનનો ઉપયોગ હેરોદને હંમેશા ચિંતા કરાવતો.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 6:20
21 Iomraidhean Croise  

અને આહાબે એલિયાને કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો છે?” એલિયાએ ઉત્તર આપ્યો, “હા, મેં તને શોધી કાઢ્યો છે. કારણ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું છે તે કરવા માટે તેં પોતાને વેચ્યો છે.


એલિશા મરણપથારીએ પડ્યો હતો. ઇઝરયલનો રાજા યોઆશ તેની પાસે આવ્યો, અને તેને જોઈને રડી પડ્યો, ને કહ્યું, “મારા પિતા, મારા પિતા, ઇઝરાયલના રથો તથા તેઓના ઘોડેસવારો!”


ઇઝરાયલના રાજાએ તેમને જોઈને એલિશાને કહ્યું, “હે મારા પિતાજી, હું તેમને મારું? હું તેમને મારું?”


યોઆશે યહોયાદા યાજકની હયાતીમાં યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.


ઝખાર્યા, જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું, તેની હયાતીમાં તે ઈશ્વરની ઉપાસના કરતો હતો, અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી ત્યાં સુધી ઈશ્વરે તેને અબાદાની બક્ષી.


અને યહોવાએ મિસરીઓની દષ્ટિમાં તે લોક ઉપર કૃપા કરાવી. વળી મિસર દેશમાં એટલે ફારુનના સેવકોની નજરમાં તથા લોકોની નજરમાં મૂસા ઘણો મોટો માણસ મનાયો.


વળી જો, તું તેઓને કોઈ મધુર કંઠના ને સારી રીતે વાજિંત્ર વગાડનાર મનોહર ગીતના જેવો [લાગે] છે; કેમ કે તેઓ તારાં વચનો સાંભળે છે, પણ તેમનો અમલ કરતા નથી.


આ સ્વપ્ન મને નબૂખાદનેસ્સારને આવ્યું છે; તો, હે બેલ્ટશાસ્સાર, તું એનો ખુલાસો કહી બતાવ, કેમ કે મારા રાજ્યના સર્વ જ્ઞાનીઓ મારી આગળ તેનો ખુલાસો કરી બતાવવાને અશકત છે. પણ તું [તેનો ખુલાસો કરવાને] શક્તિમાન છે, કેમ કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે.”


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


ત્યારે દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો, “આપની બક્ષિસો આપની પાસે જ રહેવા દો, ને આપનાં ઇનામ બીજા કોઈને વાંચી સંભળાવીશ, ને તેનો અર્થ આપને સમજાવીશ.


અને તે તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક માનતા હતા.


અને જો આપણે કહીએ કે માણસોથી, તો લોકોથી આપણે બીહીએ છીએ, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.”


અને મુખ્ય યાજકોએ તથા શાસ્‍ત્રીઓએ તે સાંભળ્યું, ને તેમનો નાશ શી રીતે કરવો તે વિષે શોધ કરી; કેમ કે તેઓ તેમનાથી બીધા, કારણ કે સર્વ લોકો તેમના ઉપદેશથી નવાઈ પામતા.


અને એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળીને તરત હર્ખથી તે માની લે છે.


તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો! તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા.


તેઓ સર્વ વિસ્મય પામ્યા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા, “આ શું હશે?”


હવે જ્યારે મંદિરના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણમાં પડયા કે, આનું શું પરિણામ આવશે?


Lean sinn:

Sanasan


Sanasan