Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 5:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને તત્કાળ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો, ને શરીરમાં તેને લાગ્યું કે હું દરદથી સાજી થઈ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 તેણે તેમના ઝભ્ભાને સ્પર્શ કર્યો અને તરત જ તેનો રક્તસ્રાવ અટકી ગયો. તેને પોતાને પણ લાગ્યું કે તેના શરીરમાંનું દર્દ મટી ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે ‘હું બીમારીથી સાજી થઈ છું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 જ્યારે તે સ્ત્રી તેના ઝભ્ભાને અડકી, ત્યારે તરત તેનો લોહીવા અટકી ગયો. તે સ્ત્રીને લાગ્યું કે તેનું શરીર દર્દમાંથી સાજું થઈ ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 5:29
14 Iomraidhean Croise  

જો દેશમાં દુકાળ હોય, જો મરકી હોય, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે, જો તેઓના શત્રુ તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓને ઘેરી લે; ગમે તે મરકી કે, ગમે તે રોગ હોય;


તે તારાં બધાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.


તે પોતાનું વચન મોકલીને તેઓને સમા કરે છે, અને દુર્દશામાંથી તેમને ઉગારે છે.


હ્રદયભંગ થયેલાંને તે સાજાં કરે છે; તે તેઓના ઘાને રૂઝવે છે.


હે મારા ઈશ્વર યહોવા, મેં તમને અરજ કરી, અને ‍તમે મને સાજો કર્યો છે.


“જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશે, ને તેમની દષ્ટિમાં જે યથાર્થ તે કરશે, ને તેમની આજ્ઞાઓ માનશે, ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિસરીઓ ઉપર નાખ્યા છે, તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહિ; કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું.”


અને જો યાજક અંદર જઈને તેને તપાસે, ને જો ઘરને છો દીધા પછી તે ઘરમાં રોગ પસર્યો ન હોય; તો યાજક ઘરને શુદ્ધ ઠરાવે, કેમ કે રોગ નાબૂદ થયો છે.


અને જો કોઈ માણસ રજસ્વલા સ્‍ત્રીની સાથે સંયોગ કરીને તેની લાજ લે, તો તેણે તેનો રક્તકૂપ ઉઘાડો કર્યો છે, ને તેણે પોતાનો રક્તકૂપ ઉઘાડો મૂક્યો છે; અને તે બન્‍ને પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.


અને જુઓ, એક સ્‍ત્રીને બાર વરસથી લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્‍ત્રની કોરને અડકી.


કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતા, અને તેથી જેટલાં માંદાં હતાં તેટલાં તેમને અડકવા માટે તેમના પર તૂટી પડતાં હતાં.


કેમ કે તેણે ધાર્યું, “જો હું માત્ર તેમના વસ્‍ત્રને અડકું તો હું સાજી થઈશ.”


અને તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.”


તે જ સમયે તેમણે [જુદા જુદા પ્રકારના] રોગથી તથા પીડાથી તથા ભૂંડા આત્માઓથી [પીડાતા] ઘણાઓને સાજા કર્યા, અને ઘણા આંધળાને દેખતા કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan