Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 5:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું, “મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો; એ માટે કે તે સાજી થઈને જીવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 “મારી નાની દીકરી મરવાની અણી પર છે. કૃપા કરીને આવો અને તેના માથા પર તમારો હાથ મૂકો, જેથી તે સાજી થાય, અને જીવતી રહે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું કે, ‘મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો એ સારુ કે તે સાજી થઈને જીવે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 યાઈરે ઈસુને ઘણી આજીજી કરીને કહ્યું, “મારી નાની દિકરી મરણ પથારી પર છે. કૃપા કરીને તારો હાથ તેના પર મૂક. પછી તે સાજી થઈ જશે અને જીવશે.”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 5:23
26 Iomraidhean Croise  

પણ નામાન ક્રોધાયમાન થઈને ચાલ્યો ગયો. તેણે કહ્યું, “જો, હું તો ધારતો હતો કે, નક્કી તે મારી પાસે બહાર આવશે, ને ઊભા રહીને પોતાના ઈશ્વર યહોવાને નામે વિનંતી કરશે, ને તે જગા પર પોતાનો હાથ ફેરવીને મને સાજો કરશે.


ત્યારે તેઓ પોતાના સંકટમાં યહોવાને પોકારે છે, અને તે તેઓને દુ:ખમાંથી તારે છે.


સંકટને સમયે મને વિનંતી કર; હું તને છોડાવીશ, અને તું મારો મહિમા [પ્રગટ] કરશે.”


ત્યારે તેમણે હાથ લાંબો કર્યો, ને તેને અડકીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તે પોતાના કોઢથી શુદ્ધ થયો.


સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ, તો તેઓને કંઈ પણ ઈજા થશે નહિ. તેઓ માંદાઓ પર હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.”


અને તે તેની સાથે ગયા; અને અતિ ઘણા લોકો તેમની પાછળ ચાલ્યા, ને તેમના પર પડાપડી થઈ.


અને તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યા ને ઘણાં માદાંઓને તેલ ચોળીને તેઓને સાજાં કર્યાં.


અને લોકો એક બહેરાબોબડાને તેમની પાસે લાવે છે, ને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરે છે.


અને આંધળાનો હાથ પકડીને તે તેને ગામમાંથી બહાર લઈ ગયા, ને તેની આંખોમાં થૂંકીને તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું, “તું કંઈ જુએ છે?”


તેમણે તેના પર હાથ મૂક્યા કે, તરત તે ટટાર થઈ, અને ઈશ્વરની સ્તુતિ કરી.


સભાસ્થાનમાંથી નીકળીને તે સિમોનને ઘેર ગયા. સિમોનની સાસુને સખત તાવ આવતો હતો, ને તેના હકમાં તેઓએ તેમને વિનંતી કરી.


સૂરજ આથમતી વખતે જેઓને ત્યાં વિધવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓ તેમને તેમની પાસે લાવ્યા; અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં.


હવે શહેરના દરવાજા પાસે તે આવ્યા, ત્યારે, જુઓ, તેઓ એક મૂએલા માણસને બહાર લઈ જતા હતા; અને તે તેની માનો એકનો એક દીકરો હતો, તે તો વિધવા હતી. અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા.


એ માટે બહેનોએ તેમને કહેવડાવી મોકલ્યું, “પ્રભુ, જેના પર તમે પ્રેમ રાખો છો, તે માંદો છે.”


તે વખતે પબ્લિયસનો પિતા તાવથી તથા મરડાથી પીડાતો હતો. પાઉલે તેની પાસે અંદર જઈને પ્રાર્થના કરી, અને તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો.


તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા. અને તેઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યા.


પછી તેઓએ તેઓના પર હાથ મૂક્યા, એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા.


તેણે [દર્શનમાં] જોયું છે કે, અનાન્યા નામે એક માણસ અંદર આવીને તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે.”


ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તે ઘરમાં પ્રવેશ્યો, અને તેના પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ, જે તમને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તમે દેખતા થાઓ, અને પવિત્ર આત્માથી તમે ભરપૂર થાઓ, માટે મને મોકલ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan