Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 5:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને ઈસુની પાસે તેઓ આવે છે, ને જેને દુષ્ટાત્માઓ વળગેલા હતા, એટલે જેમાં સેના હતી, તેને તેઓએ બેઠેલા તથા [વસ્ત્ર] પહેરેલો તથા હોશમાં આવેલો જોયો, અને તેઓ બીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તેઓ ઈસુની પાસે આવ્યા અને જેનામાં અશુદ્ધ આત્માઓ રહેતા હતા તે માણસને જોયો. તે ત્યાં કપડાં પહેરેલો અને સ્વસ્થચિત્તે બેઠેલો હતો; અને તેઓ બધા ભયથી ચોંકી ઊઠયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 લોકો ઈસુ પાસે આવ્યા. તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો. તે માણસ બેઠો હતો અને વસ્ત્રો પહેરેલો હતો. તેનું મગજ ફરીથી સ્વસ્થ હતું. લોકો ભયભીત થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 5:15
21 Iomraidhean Croise  

તે દિવસે દાઉદે ઈશ્વરથી ડરીને કહ્યું, “હું મારે ઘેર ઈશ્વરનો કોશ કેમ કરીને લાવું?”


તમે પહેલે વખતે તેને ન [ઊંચક્યો] , માટે આપણા ઈશ્વર યહોવા આપણા પર તૂટી પડ્યા, કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”


શું તેમનો પ્રતાપ તમને નહિ ડરાવે, અને તેમનો ભય તમારા પર નહિ આવે?


ત્યાં તેઓ બહુ ભયભીત થયા; કેમ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.


વળી કોઈ બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલવહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લૂંટી શકાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.


શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા પિતાની પાસે માગું, તો તે હમણાં જ દૂતોની બાર ફોજ કરતાં વધારે મારી પાસે નહિ મોકલી દે?


ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, ને સર્વ માંદાઓને, એટલે અનેક જાતનાં રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂતવળગેલાંઓને તથા ફેફરાંવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેમની પાસે લાવ્યા, અને તેમણે તેઓને સાજાં કર્યાં.


અને અશુદ્ધ આત્માને કાઢવામાં આવ્યો, ત્યારે તે મૂંગો બોલ્યો, ને લોકોએ અચરત પામીને કહ્યું, “ઇઝરાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી.”


અને તેઓના ચરાવનારાઓએ નાસી જઈને શહેરમાં તથા ગામડાંઓમાં તેની ખબર આપી; અને શું થયું હશે તે જોવાને લોકો નીકળ્યા.


અને દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે [સારો] થયો હતો તે તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવ્યું.


અને તે વહાણમાં ચઢતા હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યા હતા તેણે તેમની સાથે રહેવા માટે વિનંતી કરી.


કેમ કે તે ઘણી વાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો, ને તે સાંકળો તોડી નાંખતો તથા બેડીઓ ભાંગી નાખતો! અને કોઈ તેને વશ કરી શકતો નહોતો.


અને ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું?” અને તેણે તેમને ઉત્તર આપ્યો, “મારું નામ સેના છે; કેમ કે અમે ઘણા છીએ.”


મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના‍ ચરણ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.


તે કાંઠે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમને મળ્યો, જેને દુષ્ટાત્માઓ વળગેલા હતા; તે ઘણી મુદતથી લૂગડાં પહેરતો ન હતો, ને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.


તેમણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા.


કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો [આત્મા] આપ્યો છે.


યહોવાએ જેમ કહ્યું હતું તેમ કરીને શમુએલ બેથલેહેમ આવ્યો. નગરના વડીલો ધ્રૂજતા ધ્રૂજતા તેને મળવા આવ્યા. તેઓએ કહ્યું, “શું તમે સલાહશાંતિ સહિત આવ્યા છો?”


Lean sinn:

Sanasan


Sanasan