Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 4:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને સૂરજ ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયાં; અને તેને જડ ન હતી માટે તે સુકાઈ ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પછી સૂર્ય તપતાં કુમળા છોડ બળી ગયા, અને મૂળ ઊંડા ગયાં ન હોવાથી તે છોડ જલદીથી સુકાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ સૂર્ય ઊગ્યો ત્યારે તેઓ ચીમળાઈ ગયા; અને તેઓને જડ ન હતી માટે તેઓ સુકાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પણ સુર્ય ઊગ્યો ત્યારે તે છોડ કરમાઇ ગયો હતો. તે અંતે સુકાઇ ગયો. કારણ કે તેને ઊંડા મૂળિયાં ન હતા.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 4:6
15 Iomraidhean Croise  

હું શામળી છું, ને તડકે મને બાળી નાખી છે, તે માટે મને જોશો નહિ. મારી માના દીકરા મારા પર ક્રોધાયમાન થયા, તેઓએ મને દ્રાક્ષાવાડીઓની રખેવાળ ઠરાવી; પણ મેં મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી નથી.


જ્યારે ભયંકર લોકોનો ઝપાટો કોટ પરના તોફાન જેવો છે, ત્યારે તમે ગરીબોનો આશ્રય, સંકટસમયે દીનોનો આધાર, તોફાનની સામે ઓથો, ને તડકાની સામે છાયો છો.


વળી સૂર્ય ઊગતાં ઈશ્વરે પૂર્વ તરફથી લૂ વાતી શરુ કરી. તેથી યૂનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે તેને મૂર્છા આવી, ને તેણે પોતે મોત માગીને કહ્યું, “મારે જીવતા કરતાં મરવું બહેતર છે.”


પણ જ્યારે સૂરજ ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયાં. અને જડ નહિ હોવાથી તે સુકાઈ ગયાં.


અને બીજાં પથ્થરવાળી જમીનમાં પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી, અને જમીન ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યાં!


અને બીજાં કાંટાનાં જાળામાં પડ્યાં! અને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યાં! અને તેણે ફળ ન આપ્યું.


અને વિશ્વાસથી તમારાં હ્રદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારાં મૂળ પ્રેમમાં નાખીને અને તેમાં પાયો નાખીને,


અને તેમનામાં જડ નાખેલા તથા સ્થપાયેલા થઈને, તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દઢ રહીને તેમની વધારે ને વધારે આભારસ્તુતિ કરો.


તેમ જેઓએ પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહિ, અને જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે [અધર્મી પુરુષ] પ્રગટ થશે.


કેમ કે સૂર્ય ઊગે છે, અને લૂ વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે. તેનું ફૂલ ખરી પડે છે, અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે: તેમ‍‍ શ્રીમંત પણ તેના વ્યવહારમાં ચીમળાઈ જશે.


તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાંખવામાં આવેલાં વૃક્ષો છે.


તેઓને ફરી ભૂખ લાગશે નહિ; અને સૂર્યની ઝાળ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના ઉપર પડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan