Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 4:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 અને તેઓ બહુ બીધા, તથા અંદરોઅંદર બોલ્યા, “આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

41 પણ તેઓ ભયથી ચોંકી ઊઠયા અને એકબીજાને કહેવા લાગ્યા, “આ કેવા પ્રકારની વ્યક્તિ છે! પવન અને સરોવરનાં મોજાં પણ તેમને આધીન થાય છે!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 તેઓ ઘણાં ગભરાયા તથા માંહોમાંહે બોલ્યા કે, ‘આ તે કોણ છે કેમ કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 શિષ્યો ઘણા ડરી ગયા હતા અને એકબીજાને પૂછતા હતા કે, “આ માણસ કેવા પ્રકારનો છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 4:41
17 Iomraidhean Croise  

અને તેને કહ્યું, ‘તારે અહીં સુધી જ આવવું, પણ એથી આગળ વધવું નહિ; અને અહીં તારાં ગર્વિષ્ટ મોજાં અટકાવી દેવામા આવશે’ [ત્યારે તું ક્યાં હતો] ?


સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે, જેઓ તેમની આસપાસ છે તે બધાના કરતાં તે વધારે ભયાવહ છે.


“ઈઝરાયલ સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ [આપવા] નો હતો. તે બીક રાખે એ માટે મેં તેને તે આપ્યાં અને તે મારી બીક રાખતો હતો, ને મારા નામથી ડરતો હતો.


અને તેઓ હોડીમાં‍ ચઢ્યા એટલે પવન બંધ પડ્યો.


ત્યારે તે માણસોએ અચરત થઈને કહ્યું, “એ શી જાતનો માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એમનું માને છે!”


અને તેમણે તેઓને કહ્યું, “તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?”


અને તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા.


અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી બીહને તથા ધ્રૂજીને આવી, ને તેમની આગળ પડીને તેણે તેમને બધું સાચેસાચું કહી દીધું.


અને તેઓ બેહદ અચંબો પામ્યા, ને બોલ્યા, “તેમણે બધું સારું જ કર્યું છે; તે બહેરાઓને પણ સાંભળતા કરે છે, ને મૂંગાઓને બોલતાં કરે છે.”


તેથી બધાને આશ્ચર્ય થયું. તેઓએ અંદરઅંદર કહ્યું, “આ તે કેવું વચન છે! કેમ કે તે અધિકારથી તથા પરાક્રમથી અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, એટલે તેઓ નીકળી જાય છે.”


તેમણે તેઓને પૂછ્યું, “તમારો વિશ્વાસ ક્યાં છે?” તેઓ બીને આશ્ચર્ય પામ્યા, અને અંદરોઅંદર કહ્યું, “આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે, અને તેઓ તેમનું માને છે?”


માટે કંપાવવામાં નહિ આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે [ઈશ્વરનો] આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્‍ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ;


હે પ્રભુ, [તમારાથી] કોણ નહિ બીશે, અને તમારા નામની સ્તુતિ કોણ નહિ ગાશે? કેમ કે એકલા તમે પવિત્ર છો. હા, સર્વ પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે. કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.”


ફક્ત યહોવાની બીક રાખો, ને સત્યતાએ તમારા પૂરા હ્રદયથી તેમની સેવા કરો; કેમ કે તમારે માટે તેમણે કેટલાં મહાન કૃત્યો કર્યા છે તેનો વિચાર કરો.


Lean sinn:

Sanasan


Sanasan