Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 4:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તેમણે તેઓને કહ્યું, “તમે શું સાંભળો છો તે વિષે સાવધાન રહો. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે; અને તમને વધતું અપાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 વળી, તેમણે તેમને કહ્યું, “તમે જે સાંભળો છો તે વિષે સાવધ રહો. તમે બીજાઓનો ન્યાય જે ધારાધોરણ પ્રમાણે કરો છો, તે જ ધારાધોરણ પ્રમાણે અને વધુ કડકાઈથી ઈશ્વર તમારો ન્યાય કરશે. જે માણસ પાસે કંઈક છે તેને વધારે આપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેમણે તેઓને કહ્યું કે, ‘તમે જે સાંભળો છો તે પર ધ્યાન રાખો. જે માપથી તમે માપો છો તેનાથી જ તમને માપી અપાશે; અને તમને વધતું અપાશે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તમે જે સાંભળો તે વિષે કાળજીપૂર્વક વિચારો. તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશે. પણ દેવ તમને, તમે જેટલું આપશો તેનાથી વધુ આપશે.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 4:24
16 Iomraidhean Croise  

હે મારા દીકરા, જ્ઞાનની વાતોમાંથી માત્ર ભટકાવી દે તેવી શિખામણ સાંભળવાનું તું મૂકી દે.


કાન દો, મારી પાસે આવો; સાંભળો, એટલે તમારો આત્મા જીવશે! અને દાઉદ પર [કરેલી] કૃપા જેમ નિશ્ચલ છે તે પ્રમાણે હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ.


યહોવા કહે છે, તમે પોતા વિષે સાવધાન રહો, સાબ્બાથને દિવસે કંઈ બોજો ઉપાડો નહિ, ને યરુશાલેમના દરવાજાઓમાં થઈને અંદર લાવો નહિ.


કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. અને જે માપથી તમે માપી આપો છો, તેથી જ તમને માપી આપવામાં આવશે.


અને એક વાદળું આવ્યું ને તેઓ પર છાયા કરી. અને વાદળામાંથી એવી વાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.”


માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેના ધારવા પ્રમાણે તેનું જે છે તે પણ લઈ લેવાશે.”


મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંનાં નથી. તેઓને પણ મારે લાવવાની જરૂર‌ છે, અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.


મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે.


હું તમને ખચીત ખચીત કહું છું કે, એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મરી ગયેલાંઓ ઈશ્વરના દીકરાની વાણી સાંભળશે; અને સાંભળનારાં જીવતાં થશે.


થેસ્સાલોનિકાના લોકો કરતાં તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને, એ વાતો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્‍ત્રનું શોધન કરતા હતા.


પણ આટલું [તો ખરું છે] કે, જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી; અને જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.


તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી, તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ, રખેને આપણે [તેનાથી દૂર] ખેંચાઈ જઈએ.


નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા રાખો.


વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વર પાસેથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ. કેમ કે જગતમાં જૂઠાં પ્રબોધકો ઘણાં નીકળ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan