Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 3:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને અશુદ્ધ આત્માઓએ જ્યારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડીને પોકારી ઊઠ્યા, “તમે ઈશ્વરના પુત્ર છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 અને અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઈસુને જોઈને તેમને પગે પડીને પોકારી ઊઠતા, “તમે તો ઈશ્વરપુત્ર છો!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 કેટલાક લોકોમાં શેતાન તરફથી અશુદ્ધ આત્મા હતો. જ્યારે અશુદ્ધ આત્માએ ઈસુને જોયો ત્યારે તેઓ તેને પગે પડીને બૂમો પાડવા લાગ્યા. “તું દેવનો દીકરો છે!”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 3:11
14 Iomraidhean Croise  

અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમને પગે લાગીને કહ્યું, ખચીત તમે ઈશ્વરના દીકરા છો.”


અને પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરને કહે કે, તેઓ રોટલી થઈ જાય.”


અને તેમને કહે છે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર સાથે અફળાય.”


અને જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું, “ઓ ઈશ્વરપુત્ર, અમારે ને તારે શું છે? સમય અગાઉ તું અમને પીડા આપવાને અહીં આવ્યો છે શું?”


અને અશુદ્ધ આત્માઓએ તેમને વિનંતી કરી, “જો તું અમને કાઢે તો ભૂંડોના ટોળામાં અમને મોકલ.”


ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તા છે. એનો આરંભ


ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ પણ નીકળ્યા. તેઓ ઘાંટો પાડીને કહેતા હતા, “તમે ઈશ્વરના દીકરા છો.” તેમણે તેઓને ધમકાવ્યા, અને બોલવા દીધા નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે તો ખ્રિસ્ત છે.’


તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો, ને મોટેથી કહ્યું, “ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે, મને પીડા ન દો.”


તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું, “આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે કે, જેઓ તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે.”


જો કોઈ ભૂખ્યો હોય, તો તે પોતાને ઘેર ખાય; રખેને તમારું એકત્ર મળવાનું સજાપાત્ર થાય. બાકીનું હું આવીશ ત્યારે બરાબર કરીશ.


તું વિશ્વાસ કરે છે કે, ઈશ્વર એક છે; તો તું સારું કરે છે; દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે, અને કાંપે છે.


Lean sinn:

Sanasan


Sanasan