Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 16:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ; કેમ કે તેઓને ભયથી ધ્રુજારી આવી અને અચંબો લાગ્યો. તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ! કેમ કે તેઓ બીધી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પછી તેઓ ભય અને આશ્ર્વર્ય પામીને કબરમાંથી નીકળીને દોડી ગયાં. તેઓ ડરી ગયાં હોવાથી કોઈને કંઈ કહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ; કેમ કે તેઓને સાચે ભય તથા આશ્ચર્ય લાગ્યું હતું; અને તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ; કેમ કે તેઓ ડરતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તે સ્ત્રીઓ ઘણી ડરી ગઈ હતી અને મુંઝાઇ ગઈ હતી. તેઓ કબર છોડીને દૂર દોડી ગઈ. તે સ્ત્રીઓએ જે કઈ બન્યું હતું તે વિષે કોઈને પણ કઈજ કહ્યું નહિ કારણ કે તેઓ ગભરાતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 16:8
10 Iomraidhean Croise  

ત્યારે ઈશ્વરભક્તે ગેહઝીને કહ્યું, “તારી કમર બાંધીને તથા તારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. કોઈ માણસ તને મળે તો તેને સલામ કરતો નહિ; અને કોઈ તને સલામ કરે, તો તેને સામી સલામ કરતો નહિ. અને છોકરાના મોં પર મારી લાકડી મૂકજે.”


ત્યારે તેઓ બીક તથા હર્ખસહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ.


અને ઈસુ એ વાતો કહી રહ્યા, ત્યારે એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી અચરત થયા.


પણ તમે જાઓ, તેમના શિષ્યોને તથા પિતરને કહો કે, તે તમારી અગાઉ ગાલીલમાં જાય છે; જેમ તેમણે તમને કહ્યું હતું તેમ તમે ત્યાં તેમને જોશો.”


અઠવાડિયાના પહેલા દિવસને પ્રભાતે તે પાછા ઊઠીને મગદલાની મરિયમ, જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્મા કાઢ્યા હતા, તેને તે પહેલા દેખાયા.


થેલી કે જોડા લેતા ના; અને માર્ગે કોઈને પણ સલામ કરતા ના.


પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે અમારા જોવામાં કોઈ આત્મા આવે છે.


Lean sinn:

Sanasan


Sanasan