Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 15:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પિલાતે તેઓને પૂછ્યું. “શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે?” પણ તેઓએ વિશેષ બૂમ પાડી, “તેને વધસ્તંભે જડાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પિલાતે પૂછયું, “પણ એણે શો ગુનો કર્યો છે?” પરંતુ તેમણે વધારે બૂમ પાડી, “તેને ક્રૂસે જડી દો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પિલાતે તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?’ પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘ઈસુને વધસ્તંભે જડાવો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પિલાતે પૂછયું, “શા માટે? તેણે શું કર્યુ છે?” પરંતુ લોકોએ મોટેથી બૂમો પાડી, “વધસ્તંભ પર તેને મારી નાખો!”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 15:14
24 Iomraidhean Croise  

જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે તેઓ બળવાન છે. જે મેં લૂંટી લીધું નહોતું, તે મારે પાછું આપવું પડ્યું.


તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; દુ:ખી પુરુષ ને દરદનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ, એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહિ.


તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંઘાતે હતો; કેમ કે તેણે અપકાર કર્યો નહોતો, ને તેના મુખમાં કપટ નહોતું.


અને ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની સ્‍ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે, તે ન્યાયીને તમે કંઈ કરતા ના, કેમ કે આજે મને સ્વપ્નમાં તેમને લીધે ઘણું દુ:ખ થયું છે.”


કહ્યું, “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ તેને કહ્યું, “તેમાં અમારે શું? તે તું જાણે.”


ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”


તેઓએ ફરી બૂમ પાડી, “તેને વધસ્તંભે જડાવો.”


ત્યારે પિલાતે લોકોને રાજી કરવા ચાહતાં તેઓને માટે બારાબાસને છોડી દીધો; અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા માટે સોંપ્યા.


પણ તેઓએ પોકારીને કહ્યું, “એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.”


પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, “આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.”


આપણે તો વાજબી રીતે [ભોગવીએ છીએ] ; કેમ કે આપણે આપણાં કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એમણે કંઈ પણ ખોટું કર્યું નથી.”


જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “ખરેખર આ તો ન્યાયી માણસ હતા.”


પિલાત તેમને કહે છે, સત્ય શું છે?” એમ કહીને તે ફરીથી યહૂદીઓની પાસે બહાર આવ્યો, અને તેઓને કહે છે, “મને તો તેનામાં કંઈ પણ ગુનો માલૂમ પડતો નથી.”


જ્યારે મુખ્ય યાજકોએ તથા સિપાઈઓએ તેમને જોયા ત્યારે તેઓએ બૂમ પાડીને કહ્યું, “એને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.” પિલાત તેઓને કહે છે, “તમે પોતે એને લઈને વધસ્તંભે જડો; કેમ કે મને તો એનામાં કંઈ પણ ગુનો માલૂમ પડતો નથી.”


મોતની શિક્ષા થાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને તેમને મારી નાખવાની વિનંતી કરી.


પણ તે યહૂદી છે, એમ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ બધાએ આશરે બે કલાક સુધી એકે અવાજે બૂમ પાડી, “એફેસીઓની આર્તેમિસની જે!”


વળી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી કે, જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને જેમને આકાશ કરતાં વધારે ઊંચે ચઢાવેલા છે.


પણ ખ્રિસ્ત જે, નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી, તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે


Lean sinn:

Sanasan


Sanasan