Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 14:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જેનાથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે, તે માણસને હાયહાય! તે માણસ જો જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું થાત.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 ધર્મશાસ્ત્ર કહે છે તેમ માનવપુત્ર મરણ પામશે, પણ માનવપુત્રને બીજાના હાથમાં પકડાવી દેનારને ધિક્કાર છે! એ માણસ જન્મ્યો જ ન હોત તો એને માટે સારું થાત!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે, તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 માણસનો પુત્ર જશે અને મૃત્યુ પામશે. તે લખાણો કહે છે, આ બનશે પરંતુ જે માણસના પુત્રને મારી નાખવા માટે સોંપવાનો છે તે વ્યક્તિ માટે તે ઘણું ખરાબ હશે. તે વ્યક્તિ કદાપિ જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 14:21
28 Iomraidhean Croise  

અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”


તેમના પર મોત એકાએક આવો, તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો; કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.


જે પ્રમાણે ઘણા લોકો તને જોઈને વિસ્મિત થયા (તેનો ચહેરો અને તેનું રૂપ એવાં વિરૂપ થયાં હતાં કે તે જાણે માણસ જ ન હોય),


અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે.


એ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત [સરદાર] કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે; અને તેનો અંત રેલથી આવશે, ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. [તેની] પાયમાલી નિર્માણ થયેલી છે.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક વિરુદ્ધ તથા જે માણસ મારો સાથી છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ઘેટાં વિખેરાઈ જશે. અને હું મારો હાથ નાનાંઓ ઉપર ફેરવીશ.”


તો ધર્મલેખો [માં જે લખેલું છે] કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરું થશે?”


પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.


તેમણે તેઓને કહ્યું, “બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં બોળે છે તે જ તે છે.


તેઓ ખાતા હતા ત્યારે તેમણે રોટલી લઈને ને આશીર્વાદ માગીને તે ભાંગી, ને તેઓને આપીને કહ્યું, “લો; આ મારું શરીર છે.”


હું દરરોજ તમારી આગળ મંદિરમાં બોધ કરતો હતો, ને તમે મને પકડ્યો નહિ! પણ શાસ્‍ત્રવચન પૂરાં થાય, માટે [આમ થાય છે.]


માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે તેને પરસ્વાધીન કરે છે તે માણસને અફસોસ છે!”


તેમણે તેઓને કહ્યું, “હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, મૂસાના નિયમશાસ્‍ત્રમાં તથા પ્રબોધકો [નાં પુસ્તકો] માં તથા ગીતશાસ્‍ત્રમાં મારાં સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ.”


એ પછી ઈસુ હવે બધું પૂરું થયું એ જાણીને, શાસ્‍ત્રવચન પૂર્ણ થાય માટે કહે છે, “મને તરસ લાગી છે.”


જે સેવા તથા પ્રેરિતપદમાંથી યહૂદા પતિત થઈને પોતાને ઠેકાણે ગયો, તેની જગા પૂરવાને આ બેમાંથી કોને તમે પસંદ કર્યો છે તે અમને બતાવો.”


ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા. તેમને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યા.


કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકત્ર થયા;


Lean sinn:

Sanasan


Sanasan