Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 13:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કેમ કે પ્રજા પ્રજાની વિરદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; ઠેર ઠેર ધરતીકંપ થશે, ને દુકાળો પડશે:મહાદુ:ખનો આ તો આરંભ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પ્રજાઓ અંદરોઅંદર લડશે, રાજ્યો એકબીજા પર હુમલો કરશે. ઠેરઠેર ધરતીકંપો થશે અને દુકાળો પડશે. આ બધા બનાવો તો પ્રસવ પહેલાં થતી વેદના જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે; આ તો મહાદુઃખનો આરંભ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 રાજ્યો બીજા રાજ્યો સામે લડશે. એવો સમય આવશે જ્યારે લોકોને માટે ખાવાનું પણ નહિ હોય. અને ત્યાં જુદા જુદા સ્થળોએ ધરતીકંપ થશે. મહા દુ:ખનો આ તો આરંભ છે. બાળક જન્મતા પહેલા થતી પીડાઓ જેવી આ વસ્તુઓ છે.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 13:8
21 Iomraidhean Croise  

પ્રજાઓ એકબીજાની સાથે અને નગરો પણ એકબીજાની સાથે લડીને પાયમાલ થતાં હતાં, કેમ કે ઈશ્વર તેઓને જાતજાતની વિપત્તિઓરૂપે શિક્ષા કરતાં હતાં.


ત્યાં તેમને ધ્રુજારી છૂટી; તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.


યહોવા કહે છે, “હું મિસરીઓને એકબીજાની સામે થવાને ઉશ્કેરીશ. દરેક પોતાના પડોશીની સાથે, નગર નગરની સાથે, ને રાજ્ય રાજ્યની સાથે લડશે.


સૈન્યોના ઈશ્વર યહોવા ગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી તથા ભસ્મ કરનાર અગ્નિની જ્વાળા મારફતે તેની ખબર લેશે.


તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, ને જન્મ આપવાની શક્તિ નથી.


જેઓને તેં પોતે તારા મિત્રો થવાને માટે શીખવ્યા હતા, ને તારી વિરુદ્ધ થતામ શીખવ્યા હતા, તેઓને તે તારા પર અધિકારીઓ ઠરાવે, ત્યારે તું શું કહેશે? પ્રસૂતાના જેવી વેદના તને થશે નહિ?


રે લબાનોનમાં રહેનારી, તથા એરેજવૃક્ષોમાં પોતાનો માળો બાંધનાર, જ્યારે તને પ્રસૂતાના જેવી વેદના તથા કષ્ટ થશે, ત્યારે તું કેવી દયામણી થશે!”


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ‘‘જુઓ, વિપત્તિ દેશેદેશ ફેલાશે, ને પૃથ્વીને છેક છેડેથી મોટી આંધી ઊઠશે.


સિયોનની પુત્રીનો સાદ મેં સાંભળ્યો છે, તે તો જન્મ આપનાર સ્ત્રીના જેવો, તથા તેના પહેલા બાળકને જન્મ આપતાં કષ્ટાતી સ્ત્રીના જેવો સાદ છે; તે હાંફે છે, પોતાના હાથ પ્રસારે છે, અને કહે છે, ‘મને હાય, હાય! કેમ કે ઘાતકીઓને લીધે મારો જીવ લાસ થઈ ગયો છે.’


દમસ્કસ લાચાર બની ગયું છે, તે પાછું ફરીને નાસવાનું કરે છે, ને તેને ધ્રૂજારી છૂટી છે; પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તેને સષ્ટ તથા વેદના થયાં છે.


બાબિલના રાજાએ તેઓના સમાચાર સાંભળ્યા છે, ને તેના હાથ હેઠા પડયા છે; તેને પીડા થાય છે, તથા પ્રસૂતાના જેવી વેદના થાય છે.


અમે તે વિષેના સમાચાર સાંભળ્યા છે; અમારા હાંજા ગગડી ગયા છે; અમને પીડા થાય છે, પ્રસૂતાના જેવી વેદના વળગી છે.


હું રાજ્યાસનો ઊંધા વાળીશ, ને હું સર્વ પ્રજાઓનાં રાજ્યોના બળનો નાશ કરીશ. હું રથોને તથા તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાખીશ. અને ઘોડાઓ તથા તેઓના સવારો દરેક પોતપોતાના ભાઈની તરવારથી ધરણી પર ઢળી પડશે.


તે દિવસે યહોવા તરફથી તેઓમાં મોટો ગભરાટ થઈ રહેશે. તેઓ એકબીજાના હાથ પકડશે, ને દરેક માણસન હાથ પોતાના પડોશીના હાથ સામે ઉઠાવવામાં આવશે.


પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે.


પણ જ્યારે તમે લડાઈઓ વિષે તથા લડાઈની અફવા વિષે સાંભળશો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.


પણ પોતાના વિષે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, અને સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો. અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ, તેઓને માટે સાક્ષી થવા માટે, ઊભા કરાશો.


તેઓમાંના આગાબાસ નામે એકે ઊભા થઈને આત્મા [ની પ્રેરણા] થી સૂચવ્યું, “આખા જગતમાં મોટો દુકાળ પડશે.” અને કલોડિયસની કારકિર્દીમાં તેમ જ થયું.


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


ત્યારે બીજો લાલ ઘોડો નીકળ્યો, અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની [સત્તા] આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તરવાર આપવામાં આવી.


Lean sinn:

Sanasan


Sanasan