Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 13:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ જ્યારે તમે લડાઈઓ વિષે તથા લડાઈની અફવા વિષે સાંભળશો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળો ત્યારે નાસીપાસ થશો નહિ. આ બધા બનાવો બનવાની જરૂર છે; પણ એનો અર્થ એ નથી કે અંત આવી ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ જયારે યુદ્ધ વિષે તથા યુદ્ધની અફવાઓ વિષે તમે સાંભળો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તમે યુદ્ધો વિષે સાંભળશો અને યુદ્ધોની અફવાઓ વિષે સાંભળશો. પણ ગભરાશો નહિ. આ વસ્તુઓ તેનો અંત થતા પહેલા થશે.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 13:7
17 Iomraidhean Croise  

આપણે [બધાંએ] મરવું એ નક્‍કી છે, ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું કરી શકાતું નથી, તેના જેવાં આપણે પણ છીએ; અને ઈશ્વર [કોઈનો] જીવ લેતા નથી, પણ ઉપાયો યોજે છે, એ માટે કે, જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી [હંમેશાં] દૂર ન રહે.


તે માઠા સમાચારથી બીનાર નથી, તેનું હ્રદય યહોવા પર ભરોસો રાખીને સુદઢ રહે છે.


જો કે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ. જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તો પણ હું [ઈશ્વર પર] ભરોસો રાખીશ.


જ્યારે અચાનક ભય આવી પડે, અને દુષ્ટોની પાયમાલી થાય ત્યારે તું ન ડર.


“આ લોકો જે સર્વને કાવતરું કહે છે તેને તમારે કાવતરું ન કહેવું; અને જેનાથી તેઓ બીએ છે તેનાથી તમારે બીવું નહિ, ને ડરવું નહિ.


વળી જે અફવા દેશમાં સંભળાશે તેથી તમારું હ્રદય ગભરાય નહિ, ને તમે ભયભીત થતા નહિ; કેમ કે એક વર્ષમાં એક અફવા ઊડશે, ને ત્યાર પછી બીજા વર્ષમાં [બીજી] અફવા ફેલાઈ જશે, ને અધિકારી અધિકારીની વિરુદ્ધ થયાથી તે દેશમાં જુલમ થશે.


ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે!


અને એ સાંભળીને હેરોદે રાજા ગભરાયો, ને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.


ઘણા મારે નામે આવીને કહેશે, ‘તે હું છું;’ અને ઘણાઓને ભુલાવામાં નાખશે.


કેમ કે પ્રજા પ્રજાની વિરદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; ઠેર ઠેર ધરતીકંપ થશે, ને દુકાળો પડશે:મહાદુ:ખનો આ તો આરંભ છે.


તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.


હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો, અને બીવા પણ ન દો.


તેણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, તથા મૂએલાંમાંથી પાછા ઊઠવું એ આવશ્યક હતું. અને [એવું પણ કહ્યું કે,] “જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.”


Lean sinn:

Sanasan


Sanasan