Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 12:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 દાઉદ પોતે તેને પ્રભુ કહે છે; તો તે તેનો દીકરો કેવી રીતે છે?” અને બધા લોકોએ ખુશીથી તેમનું સાંભળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 દાવિદ પોતે તેને પ્રભુ કહે છે; તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે?” વિશાળ જનસમુદાય ઈસુને રસપૂર્વક સાંભળતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 દાઉદ પોતે તેમને પ્રભુ કહે છે; તો તે તેનો દીકરો કેવી રીતે હોય?’ બધા લોકોએ ખુશીથી તેનું સાંભળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 દાઉદ તેની જાતે ખ્રિસ્તને ‘પ્રભુ’ કહે છે. તેથી ખ્રિસ્ત કેવી રીતે દાઉદનો દીકરો હોઇ શકે?” ઘણા લોકોએ ઈસુને સાંભળ્યો અને તેઓ ઘણા ખુશ થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 12:37
14 Iomraidhean Croise  

“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”


તે સમયે ઈસુએ કહ્યું, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્‍ત્રીઓથી તમે આ વાતો ગુપ્ત રાખી, ને બાળકોની આગળ પ્રગટ કરી છે.


આંધળા દેખતા થાય છે, ને પાંગળા ચાલતા થાય છે. રક્તપિત્તીઆ શુદ્ધ કરાય છે, ને બહેરા સાંભળતા થાય છે, મૂએલા ઉઠાડાય છે, ને દરદ્રિઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.


અને મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમનાં દ્દષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તે અમારા સંબંધી બોલે છે.


અને તેઓએ તેમને પકડવાની કોશિશ કરી, પણ લોકોથી તેઓ બીધા, કેમ કે લોકો તેમને પ્રબોધક માનતા હતા.


પણ શું કરવું તે તેઓને સૂઝયું નહિ. કેમ કે બધા લોકો એકાગ્રચિત્તે તેમનું સાંભળતા હતા.


તેમનું સાંભળવા માટે બધા લોકો પરોઢિયે તેમની પાસે મંદિરમાં આવતા હતા.


જ્યારે યહૂદીઓમાંના ઘણા લોકોને ખબર પડી કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરી ગયેલામાંથી ઉઠાડયો હતો, તેને પણ જોવા માટે ત્યાં આવ્યા.


ધર્મપિતૃઓ તેઓના છે, અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે. તે સર્વકાળ સર્વોપરી, સ્તુત્ય ઈશ્વર છે. આમીન.


બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.


મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો. વિશ્વાસમાં ધનવાન થવા માટે, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા માટે ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કર્યાં?


મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ તથા સંતાન, અને પ્રભાતનો પ્રકાશિત તારો છું.


Lean sinn:

Sanasan


Sanasan