Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 12:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પણ મૂએલાં લોકો પાછા ઊઠે છે, તે સંબંધી, શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિષેના પ્રકરણમાં નથી વાંચ્યું કે, ઈશ્વરે તેને એમ કહ્યું, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 હવે મરેલાંને સજીવન કરવા સંબંધી તો મોશેના પુસ્તકમાં બળતા ઝાડવા અંગેનો બનાવ તમે નથી વાંચ્યો? ત્યાં લખેલું છે: ‘ઈશ્વર મોશેને કહે છે, હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પણ મરણ પામેલા લોકો પાછા ઊઠે છે, તે સંબંધી, શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિષેના પ્રકરણમાં નથી વાંચ્યું કે, ઈશ્વરે તેને એમ કહ્યું કે, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 ખરેખર મૃત્યુ પામેલા લોકો પાછા ઊઠે છે તે વિષે દેવે શું કહ્યું છે તે તમે વાચ્યું છે. જ્યાં મૂસાએ પુસ્તકમાં સળગતી ઝાડી વિષે લખ્યું છે. તે કહે છે કે દેવે મૂસાને આ કહ્યું છે, ‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો અને યાકૂબનો દેવ છું.’

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 12:26
16 Iomraidhean Croise  

અને તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું; બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, ને મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ, ને તારાં સંતાન વધારીશ.”


અને જુઓ, તેના ઉપર યહોવા ઊભા રહ્યા હતા, ને તે બોલ્યા, “હું યહોવા તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારાં સંતાનને આપીશ.


જો મારા પિતાના ઈશ્વર, ઇબ્રાહિમના ઈશ્વર તથા ઇસહાક જેના ભયમાં ચાલતા હતા, તે મારી સાથે ન હોત, તો ખચીત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે મારું દુ:ખ તથા મારા હાથની મહેનત જોયાં છે, ને ગઈ રાત્રે તને વાર્યો છે.”


અને યાકૂબે કહ્યું, “ઓ યહોવા, મારા પિતા ઇબ્રાહિમના ઈશ્વર તથા મારા પિતા ઇસહાકના ઈશ્વર, તમે મને કહ્યું હતું કે તું તારે દેશ તથા તારા સગાંની પાસે પાછો જા, ને હું તારું ભલું કરીશ.


અને ત્યાં તેણે વેદી બાંધી, ને તેનું નામ એલ-એલોહે-ઇઝરાયલ પાડયું.


તું જઈને ઇઝરાયલના વડીલોએ ભેગા કરીને તેઓને કહે, યહોવા તમારા પિતૃઓના ઈશ્વર, ઇબ્રાહિમના તથા ઇસહાકના તથા યાકૂબના ઈશ્વર, તેમણે મને દર્શન દઈને કહ્યું કે, મેં નિશ્ચે તમારી ખબર લીધી છે, ને મિસરમાં તમારા ઉપર જે વીતે છે તે [મેં જોયું છે].


શું તમે આ લેખ નથી વાંચ્યો કે, ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાના મથાળાનો [પથ્થર] થયો


કેમ કે મૂએલાંમાંથી ઊઠનારાં પરણતાં પરણાવતાં નથી; પણ આકાશમાંના દૂતોના જેવાં હોય છે.


વળી ઝાડવાં [નામના પ્રકરણ] માં મૂસા પ્રભુને ઇબ્રાહિમનો ઈશ્વર, ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૃત્યુ પામેલાં ઉઠાડાય છે.


ઈસુ તેને કહે છે, “હજી સુધી હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર. પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું ચઢી જાઉં છું.”


પોતાના જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેમણે તજી દીધા નથી. વળી એલિયા સંબંધી ધર્મશાસ્‍ત્ર શું કહે છે, એ તમે જાણતા નથી? તે ઇઝરાયલની વિરુદ્ધ ઈશ્વરને એવી વિનંતી કરે છે,


Lean sinn:

Sanasan


Sanasan