Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 10:52 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

52 અને ઈસુએ તેને કહ્યું, “જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.” અને તરત તે દેખતો થયો, ને માર્ગમાં ઈસુની પાછળ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

52 ઈસુએ તેને કહ્યું, “જા, તારા વિશ્વાસે તને દેખતો કર્યો છે.” તે તરત જ દેખતો થયો, અને માર્ગમાં ઈસુની પાછળ ચાલવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

52 ઈસુએ તેને કહ્યું કે ‘જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે,’ અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

52 ઈસુએ કહ્યું, “જા, તું તારા વિશ્વાસને કારણે સાજો થઈ ગયો છે.” પછી તે માણસ ફરીથી દેખતો થયો. તે રસ્તામાં ઈસુને અનુસર્યો.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 10:52
22 Iomraidhean Croise  

યહોવા આંધળાને દેખતાં કરે છે; યહોવા દબાઈ રહેલાઓને ઊભા કરે છે; યહોવા ન્યાયીઓ પર પ્રેમ રાખે છે;


કેમ કે તે બોલ્યા, અને [સૃષ્ટિ] થઈ. તેમણે આજ્ઞા કરી, અને તે સ્થિર થઈ.


ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે.


આંધળા દેખતા થાય છે, ને પાંગળા ચાલતા થાય છે. રક્તપિત્તીઆ શુદ્ધ કરાય છે, ને બહેરા સાંભળતા થાય છે, મૂએલા ઉઠાડાય છે, ને દરદ્રિઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.


તે વખતે દુષ્ટાત્મા વળગેલા કોઈ આંધળા, મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા, અને તેમણે તેને સાજો કર્યો, એટલે જે આંધળો તથા મૂંગો હતો તે બોલવા ને જોવા લાગ્યો.


ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ બાઈ, તારો વિશ્વાસ મોટો છે: જેવું તું ચાહે છે તેવું તને થાઓ, ” અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ.


અને આંધળા તથા લંગડા તેમની પાસે મંદિરમાં આવ્યા, ને તેમણે તેઓને સાજા કર્યા.


ત્યારે તેમણે હાથ લાંબો કર્યો, ને તેને અડકીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તે પોતાના કોઢથી શુદ્ધ થયો.


ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું, “દીકરી, હિમ્મત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે, ” અને તે સ્‍ત્રી તે જ ઘડીથી સાજી થઈ.


અને પાસે આવીને તેમણે એનો હાથ પકડીને એને ઉઠાડી, અને તરત એનો તાવ મટી ગયો; અને એણે તેઓની સેવા કરી.


અને તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.”


ત્યારે તેમણે ફરી તેની આંખો પર હાથ મૂક્યા; અને તેણે તાકીને જોયું, ને સાજો થયો, ને બધું સ્પષ્ટ રીતે જોયું.


પછી તેમણે તે‍ સ્‍ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિથી જા.”


તેમણે તેઓને કહ્યું, “જે કોઈ મારે નામે આ બાળકનો અંગીકાર કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે કોઈ મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે. કેમ કે તમ સર્વમાં જે સૌથી નાનો છે તે જ મોટો છે.”


જગતના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી આંધળા માણસની આંખો કોઈએ ઉઘાડી હોય.


ત્યારે ઈસુએ કહ્યું, “જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય, માટે ન્યાયને માટે હું આ જગતમાં આવ્યો છું.”


કે, તું તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.


Lean sinn:

Sanasan


Sanasan